Mahesana News : મહેસાણાની એક યુવતીને પોતે સ્ત્રી છે કે પુરૂષ તે પ્રશન 22 વર્ષ સુધી સતાવતો રહ્યો. ઉત્તર ગુજરાતનો પ્રથમ અને પાંચ લાખે એક જોવા મળતો આ કિસ્સો રેર ઓફ ધ રેર છે. જેમાં જન્મતાથી સાથે જ બાળકમાં સ્ત્રી-પુરુષના જનનાંગો જોવા મળતા હોય છે.દર્દીને કન્જેનાઇટલ એડ્રિનલ હાયર પ્લાઝ્યા એટલે કે સ્ત્રીના જનનાંગો અને પુરુષના જનનાંગો સાથે કુદરતી ખોડખાપણ હતી. દર્દીની મેડિકલ તપાસમાં રંગસુત્રો પ્રમાણે XX એટલે કે સ્ત્રી તરીકેના જ હતા અને દર્દીને પણ માનસીક રીતે સ્ત્રીમાં જ કન્વર્ટ થવું હતું.
આખરે વિસનગરની નુતન જનરલ હોસ્પિટલની ગાયનેક ટીમ અને પ્લાસ્ટીક સર્જરીના ડોક્ટરના સહયોગથી દર્દીનું અઢી કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરાયું હતું. દર્દી આજે 10 દિવસ બાદ સ્વસ્થ છે અને તેને રજા આપી દેવાઈ છે.મહેસાણા જિલ્લાના એક ગામડામાં રહેતી 22 વર્ષીય યુવતીને વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના તબીબોએ તપાસ કરતા યુવતીને સ્ત્રી અને પુરુષ બંનેના વિકસિત જનનાંગ જોવા મળતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
જેથી નૂતન જનરલ હોસ્પિટલના તબીબોની ટીમે લાખોમાં જોવા મળતા આ રોગની સારવાર ચાલુ કરી હતી. જેમાં દર્દીના નિદાન દરમિયાન તેણે વધારે પ્રમાણમાં એન્દ્રોજનના સ્ત્રાવને કારણે અને સ્ત્રી અંત સ્ત્રાવોની ખામીને લીધે જનનાંગનો અમુક ભાગ વધુ પ્રમાણમાં વિકાસ પામતા પુરુષનું વિકસિત જનનાંગ તથા યોનિમાર્ગ ખૂબ જ સાંકડું થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.દર્દીને એક મહિના માટે સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા કલીટોરોપ્લાસ્ટી અને વજાઈનોપ્લાસ્ટીનું પ્લાસ્ટિક સર્જરીનું મોટું જટીલ ઓપરેશન કરી વિકસિત પાંચ ઇંચ પુરૂષનું જનેન્દ્રીય દૂર કરવામાં આવ્યું હતું તથા યોની માર્ગને પહોળો કરી તેનું ગર્ભાશય સાથે સંકલન કરી યુવતીને નવું જીવન આપ્યું હતું. આ યુવતીની તમામ સર્જરી નિઃશુલ્ક અને સફળતાપૂર્વક કરવામાં આવતા પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓએ તબીબોનો આભાર માન્યો હતો અને પરિવારજનોએ પણ આભાર માન્યો હતો.
ગાયનેક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. પંકજ નિમ્બાલકરે જણાવ્યું હતું કે, 10થી 15 દિવસ પહેલા મહેસાણા જિલ્લાની એક 22 વર્ષની દર્દી બતાવવા માટે આવ્યું હતું. ત્યારે તેની મડિકલ તપાસમાં તે યુવતી જન્મથી પુરુષ અન સ્ત્રીના જનનાગો સાથે કુદરતી ખોડખાપણ સાથે જન્મી હોવાનું જણાયું હતું. આવો કેસ પાંચ લાખે એકાદને જોવા મળતો હોય છે અને ઉત્તર ગુજરાતમાં કદાચ પહેલો આવો કિસ્સો જોવા મળ્યો છે. કે જે દર્દી ઘણીબધી હોસ્પિટલમાં બતાવીને આવ્યા પછી કદાચ સોશિયલ સ્ટીગમાના કારણે આ દર્દી કોઈને બતાવી અને કહી શકતું ન હતું, પરંતુ 22 વર્ષની ઉંમરે અહીંયા આવ્યા પછી અમારા માટે પણ આ એક ચેલેન્જીંગ કેસ હતો.
જેથી અમારા પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલના માર્ગદર્શન હેઠળ અમને આવા દર્દીઓની મદદ કરવા માટે ખુબ જ સહકાર આપ્યો હોવાથી અમે આ દર્દીની ગંભીરતાથી મેડિકલ તપાસ કરી એમાં નીદાન થયું કે, દર્દીને કન્જેનાઇટલ એડ્રિનલ હાયર પ્લાઝ્યા એટલે કે સ્ત્રીના જનનાંગો અને પુરુષના જનનાંગો સાથે કુદરતી ખોડખાપણ છે. જેમની મેડિકલ તપાસ કરાવવામાં રંગસુત્રો પ્રમાણે XX એટલે કે સ્ત્રી તરીકે જ હતી અને તેમને પણ માનસીક રીતે સ્ત્રીમાં જ કન્વર્ટ થવું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવી બીમારીથી પીડિત હોવાને લઈ દર્દી માનસીક રીતે ભાંગી ગઈ હતી અને એક સમયે સુસાઇડ કરવાના સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી આ દર્દીને સારવાર કરીને નૂતન જનરલ હોસ્પિટલની ગાયનેક ટીમ અને પ્લાસ્ટીક સર્જરીના ડોક્ટરના સાથ સહયોગથી અઢી કલાકની જહેમત બાદ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. દર્દી આજે 10 દિવસ બાદ સ્વસ્થ છે અને તેને રજા આપી દીધી છે. દર્દી પોતે સ્ત્રી છે કે પુરુષ છે તે પોતાને જ ખબર નહોતી પાડી શકતી અને આવા દર્દી સામાન્ય રીતે ભાગ્યે જ બહાર આવતા હોય છે. આ દર્દીનું ભવિષ્ય કે જે સોશિયલ લાઇફ, મેરેજ લાઇફ અથવા તો ફ્યુચરમાં એને કદાચ બાળકોની જરૂર પડે તો પણ થઈ શકે એ પ્રમાણે અમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડતા દર્દી પણ ખુબ ખુશ છે.
આ દર્દી જે 22 વર્ષે બતાવવા આવ્યો કદાચ આની પહેલાં ઘણી બધી હોસ્પિટલોમાં તેણે કન્સલ્ટ કર્યું હશે અને ત્યાં કદાચ પૂરતી સારવાર મળી ન હતી પણ આવા દર્દીઓને જ્યારે ખબર પડે તો સામાજિક કે સોશિયલ સ્ટીગમા (સામાજિક શરમ) રાખ્યા વગર બને એટલું વહેલું તેના વાલીને અથવા ડોક્ટરને બતાવી આવા કેસોનું જલદી નિદાન કરાવી લેવું જોઈએ, કેમ કે આની સારવાર શક્ય છે. તબીબી ભાષામાં કહીએ તો આ રેરમાં રેર કેસ હોવા છતાં પણ અમે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ દર્દીની સારવાર અમે ઓપરેશનના લગભગ એક મહિના પેહલાથી ચાલુ કરી હતી.
દર્દીને ઈન્જેક્શનો હોર્મોન્સના આપવા પડે કારણ કે તેને પુરુષ અને સ્ત્રી બંને હતું. માટે પુરુષોના હોર્મોન્સ ઓછા કરવા પડે અને સ્ત્રીના હોર્મોન્સ વધારવા પડે તેવા ઈન્જેક્શનો અમે એક મહિનાથી આપીને અમે ઓપરેશન કર્યું. આવા ઓપરેશનનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં 1.5થી 2 લાખનો થતો હોય છે. જ્યારે અહીંયા નૂતન હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની યોજના હેઠળ અને અમારા ચેરમેન પ્રકાશ પટેલના નેતૃત્વ હેઠળ અમે આ દર્દીનું ઓપરેશન તદ્દન ફ્રી કર્યું છે.અમે આ ઓપરેશન એક જ તબક્કામાં 2થી 2.30 કલાકમાં પાર પાડેલું છે. જે ઓપરેશન બાદ દર્દીએ પોતાના ભવિષ્યના જીવન, મેરેજ લાઇફ અને જ્યારે દર્દીને બાળકોની જરૂર હોય તો 2-4 વર્ષ માટે દર્દીએ કોન્સટન્ટ ફોલોઅપ રાખવું જરૂરી છે. હોસ્પિટલના તજજ્ઞ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. માધુરીબેન અલવાણી, ડૉ. પંકજ નિમ્બાલકર, ડૉ. હાર્દિક હળવદિયા સહિતની ગાયનેક ટીમ તેમજ પ્લાસ્ટીક સર્જન ડૉ. કિરીટ પટેલ અને એનેસ્થેસિયા ટીમના સહયોગથી આ ઓપરેશન પાર પાડી શક્યા છીએ.
આ પણ વાંચો: દિવાળીના દિવસે બે ઘરના દીવા ઓલવાઈ ગયા, રીલ બનાવતી વખતે બે મિત્રોએ ગુમાવ્યા જીવ, ટુકડા થઈ ગયા
આ પણ વાંચો: પ્રકાશનો તહેવાર દિવાળીનું શું છે પૌરાણિક મહત્વ, નોંધી લો ચોપડા પૂજનનો સમય અને પ્રગટાવેલા દીવાઓનું શું કરશો
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા નિર્મિત દીવડાની ખરીદી કરી