Not Set/ મેહસાણા ની બેઠક ભાજપ ના માથા ના દુખાવા સમાન બનશે

ભાજપ માટે મહેસાણા બેઠક માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. કોંગ્રેસે ગત મોડી રાત્રે આ બેઠક પર મજબુત ઉમેદવાર ડો. એ. જે. પટેલ નું નામ જાહેર કરતા હવે ભાજપને આ બેઠક પર ફેરવિચારણા કરવાની ફરજ પડી રહી છે. અગાઉ ડેપ્યુટી સી.એમ નિતિન પટેલને આ બેઠક પર લડવા માટે સમજાવવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી હતી અને […]

Gujarat Others

ભાજપ માટે મહેસાણા બેઠક માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. કોંગ્રેસે ગત મોડી રાત્રે આ બેઠક પર મજબુત ઉમેદવાર ડો. એ. જે. પટેલ નું નામ જાહેર કરતા હવે ભાજપને આ બેઠક પર ફેરવિચારણા કરવાની ફરજ પડી રહી છે. અગાઉ ડેપ્યુટી સી.એમ નિતિન પટેલને આ બેઠક પર લડવા માટે સમજાવવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી હતી અને એ મુદ્દે બેઠકો પણ થઈ હતી.

પરંતુ નિતિન પટેલે ડેપ્યુટી સીએમપદ ગુમાવી દેવાના ડરથી આ બેઠક પરથી લડવાની ના પાડી દીધી હતી. તેથી આ બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ અને કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા આશા પટેલ ના નામ આગળ ચાલી રહ્યા હતા. જાેકે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા હવે ભાજપે આ બેઠક માટે ફરીથી નિતિન પટેલને મનાવવાના શરૂ કર્યા છે. કમલમ ખાતે ચૂંટણી પ્રભારી ઓમ માથુર અને સંગઠનમંત્રી ભીખુ દલસાણીયાએ નિતિન પટેલ સાથે ફરી બેઠક કરી હતી. નિતિન પટેલ હવે શુ નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.