Mahesana News : ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે. બોરીસણા ઘટના સંદરેભે ડો. મહેશ કાપડીયાએ આ નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે. જેમાં ડોક્ટરોએ ગ્રામજનોના સહકારથી કેમ્પ રાખ્યો હતો.
આ કેમ્પમાં 82 જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કુલ 19 લાભાર્થીઓના હૃદયના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ અંગે કેમ્પની પત્રિકા પણ છાપવામાં આવી હતી. તે સિવાય આ લાભાર્થીઓને અમદાવાદ લઈ જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને 4 લાભાર્થીને ICUમાં રખાયા હતા. બીજીતરફ વહીવટીતંત્રની કેમ્પ માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) વિવાદમાં એક બાદ એક મસમોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા આરોગ્ય અધિકારીએ ખ્યાતિ હોસ્પિટલને લઈ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલે SOP નું પાલન કર્યું હોય તેવું લાગતું નથી. અન્ય જિલ્લામાં મેડિકલ કેમ્પ (Free Medical Camp) યોજવા માટે ખાસ SOP હોય છે.
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં એક પછી એક ચોંકાનાવારા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા (Mehsana) આરોગ્ય અધિકારીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. માહિતી અનુસાર, તેમણે કહ્યું કે, બીજા જિલ્લામાં મેડિકલ કેમ્પ યોજવા માટે ખાસ SOP નું અનુસરણ કરવાનું હોય છે. પરંતુ, ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) કેસમાં આ SOP નું પાલન કર્યું હોય તેવું લાગતું નથી.
મહેસાણા આરોગ્ય વિભાગનાં અધિકારીએ આગળ જણાવ્યું કે, જો SOP નું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાએ ટીમ બનાવીને આ મામલે તપાસ હાથ ધરાશે. આરોગ્ય અધિકારીએ એવું પણ કહ્યું કે, મેડિકલ કેમ્પ યોજવા પહેલા હોસ્પિટલે મહેસાણા વહિવટી તંત્રની (Mehsana Administration) પરમિશન નથી લીધી.
આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ
આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા