Gujarat Weather Update/ ગુજરાતમાં પારો ગગડ્યો, નલિયા 12 ડિગ્રી, શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી

ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને સાથે જ શિયાળાએ પણ પોતાનો અસલી ચહેરો દેખાડવાનું શરૂ કરી દીધું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News

Gujarat Weather: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને સાથે જ શિયાળાએ પણ પોતાનો અસલી ચહેરો દેખાડવાનું શરૂ કરી દીધું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં તાપમાન નીચું જતાં જ ઠંડીનો જારદાર ચમકારો અનુભવાયો હતો. રાજ્યમાં લઘુતમ તપામાન 12 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું.

નલિયામાં ઠંડી 12 ડિગ્રી નજીક પહોંચી
ગુજરાતમાં તાપમાન ગગડી રહ્યું છે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. સામાન્ય રીતે ગુજરાતમાં 12.4 ડિગ્રીથી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 15.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, વડોદારમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી નજીક પહોંચી
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના તાપમાન અંગે વાત કરીએ તો શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ અને 29 ડિગ્રી મહત્તમ તપામાન નોંધાયું હતું. આમ અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રીની નજીક પહોંચી ગઈ હતી. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેરઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં ડિસેમ્બરમાં શિયાળો કેવો રહેશે?
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી સાથે-સાથે માવઠાની પણ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લાગી બ્રેક, ઠંડીમાં નોંધાયો થોડો ઘટાડો

આ પણ વાંચો: રાજ્યમાં ડિસેમ્બર ઠંડોગાર નીવડી શકે, શહેરોમાં આગળ વધતી ઠંડી