india news/ સરકાર મનરેગાનું નામ બદલીને ‘મહાત્મા ગાંધી’થી ‘પૂજ્ય બાપુ’ રાખી શકે છે

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) નું નામ બદલીને મહાત્મા ગાંધી’થી ‘પૂજ્ય બાપુ રાખી શકાય છે.

NATIONAL India Trending
MGNREGA: 'Mahatma Gandhi' to 'Pujya Bapu'!

મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ)ના નામને બદલવાની ચર્ચા ચાલી રહી છે. સરકાર કે મનરેગાનું નામ “પૂજ્ય બાપુ ગ્રામિણ યોજના” રાખવામાંની તૈયારીમાં છે. નામ બદલવાની અંતિમ મંજૂરી માટે આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળની સહમતી બાદ જ આ નવું નામ સત્તાવાર રીતે અમલમાં આવશે.

આ નામ પૂજ્ય બાપુ ગ્રામીણ યોજના હશે

અહેવાલો અનુસાર, મનરેગાનું નવું નામ પૂજ્ય બાપુ ગ્રામીણ યોજના હોઈ શકે છે. આ યોજના વિશ્વના સૌથી મોટા રોજગાર ગેરંટી કાર્યક્રમોમાંની એક છે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની તત્કાલીન કેન્દ્ર સરકારે 2005 માં આ યોજના શરૂ કરી હતી. મૂળ રૂપે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો તરીકે ઓળખાતું હતું, પરંતુ પછીથી તેનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) રાખવામાં આવ્યું.

આ યોજના 2005 માં શરૂ થઈ હતી

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) એ ભારતમાં લાગુ થતો એક શ્રમ અને સામાજિક સુરક્ષા કાયદો છે, આની શરૂઆતમાં 2005 માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ ‘કામ કરવાનો અધિકાર’ ની ખાતરી આપવાનો છે.

આ યોજના મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારોની આવક અને જીવનવ્યાપાર સુરક્ષામાં સુધારો લાવવા માટે રચાઈ છે. યોજના હેઠળ દરેક પરિવારને દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની કામની ગેરંટી આપવામાં આવે છે, જેમાં પુખ્ત ઉંમરના સભ્યો સ્વૈચ્છિક રીતે શારીરિક શ્રમનો સમાવેશ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનરેગા યોજનામાં મંજુરી માટે લાંચ લેતા આહવા ડાંગની મહિલા ગ્રામ રોજગાર સેવક તેના પતિ સાથે ઝડપાઈ

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં સામે આવ્યું વધુ એક મનરેગા કૌભાંડ, શ્રમિકોના બદલે બારોબાર એજન્સીને નાણાં ચૂકવી દેવાયા

આ પણ વાંચો: ભગાપુરા ગ્રામ પંચાયત મનરેગા કૌભાંડ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને અવમાન નોટિસ ફટકારી