Yemen Migrant Boat Sinks/ યમનના દરિયાકાંઠે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 49ના મોત: 140 લોકો ગુમ

યમનના અદન પાસેના બીચ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જવાથી ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે

Trending World Breaking News
YouTube Thumbnail 2024 06 11T182735.277 યમનના દરિયાકાંઠે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 49ના મોત: 140 લોકો ગુમ

Yemen Migrant Boat Sinks: યમનના અદન પાસેના બીચ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જવાથી ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે જ્યારે 140 લોકો લાપતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ માઈગ્રન્ટ્સ હોર્ન ઓફ આફ્રિકાથી આવી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓ અને લોકોએ આ અંગે માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 10 જૂનના રોજ બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પરપ્રાંતીયોથી ભરેલી બોટ અદનની પૂર્વમાં આવેલા શબવા પ્રાંતના કિનારે પહોંચતા પહેલા જ ડૂબી ગઈ હતી. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. આ ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રને જાણ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગયા વર્ષે હોર્ન ઑફ આફ્રિકાથી 97,000 સ્થળાંતર કરનારા યમન પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે દર વર્ષે હજારો આફ્રિકન માઈગ્રન્ટ્સ સાઉદી અરેબિયા પહોંચવા માટે ઈસ્ટર્ન રુટ દ્વારા યમનથી લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેમને કુદરતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સારી આર્થિક તકો શોધવાનો આ પ્રયાસ તેમના જીવન માટે ખતરો બની જાય છે. આ સમયગાળા દરમિયાન ભૂખમરો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફુગ્ગા ગયા, હવે દક્ષિણ અને ઉત્તર કોરિયા વચ્ચે ‘લાઉડ સ્પીકર વૉર’

આ પણ વાંચો: અમેરિકાએ 83 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ, કોણ છે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી?

આ પણ વાંચો: પૂર્વ અંતરિક્ષયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો