Not Set/ કિર્તીદાને ‘બેટી બચાવો’ ની અપીલ કરી તો લાખો રૂપિયાનો વરસાદ થયો

નવસારી, એક તરફ દેશમાં દીકરીઓની સલામતી પર મોટા સવાલો ઉભા થઇ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાણીતા ડાયરાના કલાકાર કિર્તીદાને પોતાના કાર્યક્રમમાં બેટી બચાવો ની અપીલ કરતાં નોટોનો વરસાદ વરસ્યો હતો.આ કાર્યક્રમમાં એક છોકરી પણ સ્ટેજ પર નોટો ઉછાળતી જોવા મળી હતી. નવસારી જિલ્લાના ચિખલીમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારના ડાયરાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં […]

Gujarat
Untitled કિર્તીદાને ‘બેટી બચાવો’ ની અપીલ કરી તો લાખો રૂપિયાનો વરસાદ થયો

નવસારી,

એક તરફ દેશમાં દીકરીઓની સલામતી પર મોટા સવાલો ઉભા થઇ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાણીતા ડાયરાના કલાકાર કિર્તીદાને પોતાના કાર્યક્રમમાં બેટી બચાવો ની અપીલ કરતાં નોટોનો વરસાદ વરસ્યો હતો.આ કાર્યક્રમમાં એક છોકરી પણ સ્ટેજ પર નોટો ઉછાળતી જોવા મળી હતી.

નવસારી જિલ્લાના ચિખલીમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારના ડાયરાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે એક તરફ કિર્તિદાન ગઢવી ટીમ સાથે ગીત લલકારી રહ્યા છે અને બીજી તરફ સ્ટેજ પર નોટોના બંડલ ખુલી રહ્યા છે અને નોટોનો વરસાદ થઈ રહ્યો છે.

નવસારીના ચીખલીમાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં ફરીથી નોટોનો વરસાદ થયો છે. ચીખલીમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં કીર્તિદાને પીએમ નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી, જેથી ડાયરામાં લખલૂંટ રૂપિયાનો વરસાદ થયો હતો. જો કે આ ડાયરામાં કેટલાં રૂપિયા એકત્રિત થયાં તેની કોઇ વિગતો સામે નથી આવી.

આ ડાયરામાં “બેટી બચાવો, બેટી પઢાઓ”ને સાકાર કરવા અપીલ કરાઈ હતી. કીર્તિદાને ડાયરાની શરૂઆતમાં લોકો પાસે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરાવી સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમમાં હાજર 5000થી વધુ લોકોએ આ સંકલ્પ કર્યો હતો.

વીડિયો જોઈને લાગી રહ્યું છે કે આ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સ્ટેજ પર કિર્તિદાન ગઢવી તેમની ટીમ સાથે બીરાજેલા છે અને ત્યાં સ્ટેજ પર કેટલાક આયોજકો પણ બેઠા છે. જ્યારે આ ડાયરાને માણવા માટે આવેલા કેટલાક લોકો નોટો ઉછાળીને કિર્તિદાન ગઢવીના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે. તો એક છોકરી સ્ટેજ પર ચઢીને તેમની પાસે જઈને નોટો ઉછાળતી પણ દેખાઈ રહી છે.