આપત્તિ/ તાલિબાનનાં કબ્ઝા બાદ અફઘાનિસ્તાનમાં કરોડો લોકો ભૂખમરીનો બની શકે છે શિકાર

આવા કપરા સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન અફઘાનિસ્તાનમાં રહેતા લોકો માટે કેટલુ ખતરનાક સાબિત થઇ શકે છે, તેનો લગભગ તેમને અંદાજો પણ નહી હોય.

Top Stories World
લોકો

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ માટેની દેશની ડિરેક્ટર મેરી એલેન મેકગ્રાર્ટીએ બુધવારે કાબુલથી યુએન પત્રકારોને વીડિયો કોન્ફરન્સ દ્વારા માહિતી પૂરી પાડતી વખતે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનો સંઘર્ષ, ત્રણ વર્ષમાં દેશનો સૌથી ખરાબ દુકાળે અને કોવિડ-19 વૈશ્વિક મહામારીએ સામાજિક અને આર્થિક અસરને પહેલાથી જ ભયાનક સ્થિતિને “આપત્તિ” તરફ ધકેલી દીધો છે.

1 142 તાલિબાનનાં કબ્ઝા બાદ અફઘાનિસ્તાનમાં કરોડો લોકો ભૂખમરીનો બની શકે છે શિકાર

આ પણ વાંચો – Earthquake / જમ્મુ-કાશ્મીરનાં કટરા સહિત દેશનાં ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારીથી કાપી રહ્યુ છે, ત્યારે આ મહામારીએ ઘણા દેશોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. આવા કપરા સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન અફઘાનિસ્તાનમાં રહેતા લોકો માટે કેટલુ ખતરનાક સાબિત થઇ શકે છે, તેનો લગભગ તેમને અંદાજો પણ નહી હોય. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન બાદ યુનાઇટેડ નેશન્સ ફૂડ એજન્સીનાં વડાએ કહ્યું કે, તાલિબાનનાં કબ્ઝા બાદ દેશમાં માનવીય સમકટ ઉભુ થઇ રહ્યુ છે, જેમાં 1.4 કરોડ લોકો માટે ભૂખમરાની ગંભીર સમસ્યા ઉભી થઇ ગઇ છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની દેશની ડિરેક્ટર મેરી એલેન મેકગ્રાર્ટીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કાબુલથી યુએનનાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનો સંઘર્ષ, ત્રણ વર્ષમાં દેશનો સૌથી ખરાબ દુકાળે અને કોવિડ-19 વૈશ્વિક મહામારીએ સામાજિક અને આર્થિક અસરને પહેલાથી જ ભયાનક સ્થિતિને “આપત્તિ” તરફ ધકેલી દીધો છે.

1 141 તાલિબાનનાં કબ્ઝા બાદ અફઘાનિસ્તાનમાં કરોડો લોકો ભૂખમરીનો બની શકે છે શિકાર

આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 20.92 કરોડ થયા, ભારતમાં પણ ઓછો નથી રહ્યો કોરોનાનો ખતરો

મેકગ્રાર્ટીએ જણાવ્યું હતું કે, 40 ટકાથી વધુ પાક નાશ પામ્યો છે અને દુષ્કાળથી પશુધન તબાહ થઈ ગયું છે, તાલિબાન આગળ વધી રહ્યુ છે અને સાથે-સાથે મોટી સંખ્યમાં લોકો વિસ્થારિત થઇ રહ્યા છે અને શિયાળો પણ હવે આવવાનો છે. તેમણે કહ્યું, “ખરેખર ખાવાનું અહી પહોચાડવાની દોડ ચાલી રહી છે જ્યા તેની સૌથી વધુ જરૂર છે.” તેમણે કહ્યું કે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે મે મહિનામાં 40 લાખ લોકોને ભોજન પહોંચાડ્યું હતું અને “આગામી કેટલાક મહિનાઓમાં 90 લાખ સુધી પહોંચવાની યોજના છે પરંતુ તેમા ઘણા પડકારો પણ છે.” મેકગ્રાર્ટીએ સંઘર્ષ બંધ કરવાની હાકલ કરી અને દાતાઓને દેશભરમાં ખોરાક પહોંચાડવા માટે જરૂરી 20 કરોડ ડોલર પૂરા પાડવા વિનંતી કરી જેથી તે શિયાળો શરૂ થાય અને રસ્તાઓ અવરોધિત થાય તે પહેલા સમુદાયો સુધી પહોંચી શકે .