ગુજરાત/ સુરેન્‍દ્રનગર  ખાતે ૭૩ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ત્રિરંગો લહેરાવી ધ્‍વજ વંદન કરતાં જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ  

મંત્રી એ કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં પણ જિલ્લાના વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીથી જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન

Gujarat
Untitled 81 સુરેન્‍દ્રનગર  ખાતે ૭૩ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે ત્રિરંગો લહેરાવી ધ્‍વજ વંદન કરતાં જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ  

૭૩મા પ્રજાસત્તાક દિનની જિલ્‍લાકક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા પ્રભારીમંત્રી અને પશુપાલન તથા ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમએ સુરેન્‍દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્‍વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્‍લા કલેકટર એ.કે.ઔરંગાબાદકર અને પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાથે જોડાયા હતા.

આ રાષ્‍ટ્રીય પર્વ પ્રસંગે ઉદ્દબોધન કરતાં જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે જણાવ્‍યું હતું કે, ૭૨ વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સબળ સશક્ત અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વમાં આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રત્યેક વિભાગો દ્વારા વિકાસના અનેક નવા પરિમાણો સર કરવામાં આવ્યા છે. જિલ્લાએ છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી સર્વાંગી વિકાસને ગતિ આપવાનું કાર્ય કર્યું છે. જિલ્લાનો એક દાયકાનો વિકાસ જોઈએ તો છેલ્લા ૧૦ વર્ષોમાં જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક મહત્વના પ્રયાસો અને યોજનાઓનું અમલીકરણ થયું તેનાથી ઝાલાવાડમાં ભૂર્ગભ જળ સપાટીનું સ્તર નોંધપાત્ર ઉંચે આવ્યું છે.

મંત્રી એ કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં પણ જિલ્લાના વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીથી જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાન દ્વારા વયજૂથોને રસી આપવાની કામગીરીને વેગવંતી બનાવી છે. તેમ જણાવી ઉમેર્યુ હતુ કે, ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે બાળકોમાં સંક્રમણ થવાની સંભાવનાને ધ્યાને લેતા પેરામેડીકલ સ્ટાફને બાળરોગ વિભાગ સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તાલીમ આપવામાં આવી છે.