Anand News: આણંદ (Anand)માં સુંદલપુરા (Sundalpura) ગ્રામ પંચાયત (Gram Panchayat)માં 35 લાખથી વધુની ગેરરીતિ સામે આવતાં નાયબ ચિટનીશે ફરિયાદ નોંધાવી છે. સરપંચ વિનય ઝાલા, તલાટી મહેન્દ્ર રાઠોડ, સરપંચનાં ભાઈ જયરાજ ઝાલા વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ (Umreth Police)માં ગુનો નોંધાયો છે.
આણંદ (Anand) જીલ્લાનાં ઉમરેઠ તાલુકામાં સુંદલપુરા ગ્રામ પંચાયત (Gram Panchayat)માં નાણાની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. સુંદલપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ, તલાટી અને સરપંચના ભાઈએ રૂપિયા 35.67 લાખની ગેરરીતિ આચરી હતી. તાલુકા પંચાયતે રૂપિયા 63.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ગ્રાન્ટના નાણામાંથી સરપંચે રૂપિયા 34 લાખ ટ્રાન્સફર કર્યા હતા. સરપંચે તેના ભાઇના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કુલ 11 વાઉચારમાં સહીઓ કરી ઉચાપત કરી હતી. ઓડિટમાં ઉચાપત સામે આવતા નાયબ ચિટનીશે ફરિયાદ નોંધાવી છે.
ઉમરેઠ પોલીસ મથકે 3 લોકો સામે ગુનો નોંધ્યો છે, સરપંચ વિનય ઝાલા, તલાટી મહેન્દ્ર રાઠોડ, સરપંચના ભાઇ જયરાજ ઝાલા વિરુદ્ધ પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આણંદ (Anand)માં રહેતા બી.એન. પટેલે 11 જુલાઈ 2022નાં રોજ ઉમરેઠ તાલુકા પંચાયતમાં અધિકારીને 60 લાખ રૂપિયા જેટલાની ઉચાપત કરી વાઉચરોમાં 167150 રૂપિયાની ગેરરીતિ આચરી હતી. તેમજ ઈલેક્ટ્રિક માલસામાન, રસ્તા રિપેરીંગ, મોટર રિવાઈન્ડીંગ, મોટર કાઢવાની મજૂરીની સફાઈ જેવા જુદા જુદા બહાના બતાવી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
20 જૂન, 2022નાં રોજ સુંદલપુરા ગામને 63 લાખની ગ્રાન્ટ ફાળવાતાં 16 જેટલા કામોનાં સુધારણા માટે ઉમરેઠ તાલુકા પંચાયતમાં ઠરાવ મોકલવામાં આવ્યો હતો. ઠરાવ બાદ કામો પૂરા કરવા ગેરંટી કે કોઈ બોન્ડ પણ મેળવ્યા નહોતા. અરજીનાં આધારે અધિક મદદનીશ ઈજનેર તપાસ કરતા 19 સપ્ટેમ્બર, 2022 સુધી 12 પૈકીના એકપણ કામો પૂરા થયેલા નહોતા. તેથી આ અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના નાયબ ચિટનીશે ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ગુનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ભરતીમાં ગેરરીતિ સામે કોર્ટમાં જઈશું
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ
આ પણ વાંચો:વેરાવળ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર! ગેરરીતિ અંગે કમિશ્નરે સોંપ્યો રિપોર્ટ
