Surat News : પાંડેસરા વિસ્તારમાં 3 દિવસ પહેલા જ એક રાહદારીને નિશાન બનાવી તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી હતી આ ઉપરાંત આ રાહદારીએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે તેના ઉપર સરે જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. લોકોએ આ લૂંટારોઓને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ચપ્પુ બતાવી આ બંને આરોપીઓ બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસે આ બંને ઉત્સવોને સીસીટીવી ફૂટેજના આધારે આજે ઝડપી પાડવામાં આવ્યા હતા.
બંને આરોપીઓનો જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓ પૈકી એક આરોપી જુવેનાઇલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ બંને આરોપીઓ લૂંટના વેચાણના નાણાં વહેંચી દઈ મોજશોખ કરતા હતા. લૂંટ ચલાવવામાં આવી હતી તે જ વિસ્તારમાં બંને આરોપીઓને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને લોકો પાસેથી માફી પણ મંગાવવામાં આવી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવ નગર પાસે ત્રણ દિવસ પહેલા એક રાહદારી પોતે નોકરીથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અંધારાનો લાભ લઇ બે ઈસમો બાઈક ઉપર આવ્યા હતા અને તેને પાસેનો મોબાઇલ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ રાહદારીએ લૂંટનો પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકીના એક આરોપીએ આ રાહદારી ઉપર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે ત્યાંથી પસાર થતાં લોકોએ આ યુવાનને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમને પણ ચપ્પુ બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો. બાદમાં આ બંને આરોપીઓ બાઈક પર બેસી ત્યાંથી ભાગી છુટ્યા હતા.
આ લૂંટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદી નો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમની ઓળખ પરેડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બે પૈકી એક આરોપી સોહેલ ઉર્ફે અલ્લુ રહે-ઉનપાટીયા નો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોર હાથ ધરી હતી. પાંડેસરા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ૭ જેટલી ટીમો બનાવી આરોપીઓ શોધી કાઢવા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપીઓને ટ્રેશ કરી સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ અને એક બાળકિશોર નાઓને પકડી પાડયા હતા.
પોલીસ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને મોજશોખ કરવાની આદત હોય અને રૂપીયાની જરૂરીયાત હોય શોહેલ ઉર્ફે અલ્લુ શેખ નાઓએ પ્લાન બનાવેલ કે આપણેરાહદારીઓનો મોબાઇલ ચોરી કરી તેને વેચી તેના રૂપીયામાંથી ભાગ પાડી લઇશુ. ત્યારબાદ સોહેલ ઉર્ફે અલ્લુ શેખ તથા તેની સાથેના તેના મિત્રએ ગઇ તા-૨૭/૦૮/૨૦૨૪ ના સાંજના સમયે તેઓ ઓળખાઇ ના જાય તે માટે અંધારૂ થયા બાદ ઉનપાટીયા ખાતેથી તેઓના પાસેની મોટર સાઇકલ લઇને નીકળેલ હતા.
ફરતા-ફરતા પાંડેસરા પીયુષ પોઇન્ટ પાસે પહોચેલ જ્યાં એક રાહદારી તેનો મોબાઇલ હાથમાં લઇને જતો હોય તેની પાસેનો મોબાઇલ સોહેલ ઉર્ફે અલ્લુએ ખેચવાની કોશીષ કરેલ પરંતુ તે રાહદારીએ મોબાઇલ આપેલ નહી અને તેઓનો પ્રતીકાર કરી પકડી રાખેલ જેથી સોહેલ ઉર્ફે અલ્લુએ તેની પાસેનું ચપ્પુ કાઢી આ રાહદારીને આડેધડ હુમલો કરવા લાગ્યો હતો. પાંડેસરા પોલીસે લોકોનો ભય દૂર થાય તે માટે આરોપીઓને શિવ નગર ખાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં કેમ આ વર્ષે આટલો બધો વરસાદ ખાબક્યો, હવામાન નિષ્ણાતોએ આપ્યું કારણ
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ
આ પણ વાંચો: હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ