જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે, તેમ તેમ સુવિધાની સાથે દુવિધા પણ સર્જાય છે. સેલ્ફી આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેલ્ફી પાછળ લોકો એવા તો ગાંડા થયા છે કે પોતાના જીવ જોખમમાં નાંખવા પણ તૈયાર હોય છે. જેના કારણે સેલ્ફી લેવાના ચક્કરમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અને હવે આ યાદીમાં જાણીતી મોડેલ સોફિયા ચેઉંગનો ઉમેરો થયો છે. 32 વર્ષની સોફિયા ચેઉંગે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સને ચમકાવવાના પ્રયત્નમાં જીવ ગુમાવવો પડયો છે.
View this post on Instagram
હોસ્પિટલ જતા રસ્તામાં મોત
મળતા અહેવાલ અનુસાર,સોફિયા ચેઉંગ ત્સિંગ દાઇ સ્ટ્રીમના કિનારે એક તસવીર માટે પોઝ આપી રહી હતી. તે સમયે તેણે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પાંચ મીટર નીચે ખીણમાં પડી હતી. તેના મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં પહોંચવા પર તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે સોફિયા ખતરનાક ફોટા માટે પ્રખ્યાત હતી તે સેલ્ફી લેવા માટે ઘણા રિસ્ક ઉઠાવતી હતી.
View this post on Instagram
આ પણ વાંચો :શુ શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપડા થઇ ઈજાગ્રસ્ત? આ ફોટો કર્યો શેર
સોફિયા ચેઉંગની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ હતી. લોકોને તેની પોસ્ટ ખૂબ પસંદ કરતા. ઇન્સ્ટાગ્રામ પર તેને 17.2 હજારથી વધુ લોકો ફોલો કરતા હતા. તે નિર્ભીક પ્રભાવશાળી હતી. તેની સાબિતી તેની પ્રયત્નોની પોસ્ટ જોઈને મળી છે. સોફિયાએ મોટાભાગે બીચ, કાયકિંગ, હાઇકિંગ અને પર્વતારોહણ જેવા ફોટો પોસ્ટ કર્યા હતા. આપને જણાવી દઈએ કે સોફિયા ચેઉંગ પહેલા પણ ઘણા સોશિયલ મીડિયા સ્ટાર્સ એડવેન્ચર્સ સેલ્ફીના મામલે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો :એક્ટ્રેસ બાદ હવે પ્રોડ્યુસર બનશે તાપસી પન્નુ, આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ કર્યું શરુ
આ પણ વાંચો :RRR ઓ મેકિંગ વિડીયો રિલીઝ, આ રીતે શૂટ કરવામાં આવ્યા એક્શન સીન્સ
