Not Set/ મોદી સરકારે ખેડુતો માટે લીધો મહત્વનો નિર્ણય, જાણો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે લોન માફીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ટુંકાગાળાની પાક લોન પર 660.5 કરોડ રૂપિયાની માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માફી ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનાને પણ આવરી લેવામાં આવી છે. સરકાર સહકારી બેન્કો વધુમાં ફાયાન્સીંગ માટે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવેલપમેન્ટ બેન્ક એટલે […]

India
મોદી સરકારે ખેડુતો માટે લીધો મહત્વનો નિર્ણય, જાણો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે લોન માફીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને ટુંકાગાળાની પાક લોન પર 660.5 કરોડ રૂપિયાની માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માફી ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનાને પણ આવરી લેવામાં આવી છે. સરકાર સહકારી બેન્કો વધુમાં ફાયાન્સીંગ માટે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવેલપમેન્ટ બેન્ક એટલે કે, નાબાર્ડને વધુ ગ્રાન્ટ પણ આપવામાં આવશે.

નિર્ણયનો હેતું નોટબંધીની મારથી ખેડુતોને રવિ પાક માટે ‘સરળ પાક લોન’ આપવાનો છે. આના માટે સરકાર નાબાર્ડ દ્વારા સહકારી બેન્કોને વધારાની સહાય આપશે. વ્યાજ માફીનો ફાયદો સહકારી બેંક ચાલુ નાણાકીય વર્ષમાં પણ આપવામાં આવશે. આ નિર્ણય થી સરકારી તિજોરી પર અંદાજે 1060 કરોડ રૂપિયાનો બોજો પડશે. ખેડુતો માટે વ્યાજ પર માફી માટે વર્ષ 2017-17 માં બહાર પાડવામાં આવેલા 15 હજાર કરોડ પહેલા જ ખર્ચવામાં આવ્યા છે.