શુક્રવારે પ્રારંભિક ટ્રેડિંગમાં શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. 23 મે બાદ, આજે સેન્સેક્સ ફરીથી 40,000 ની સપાટીને પાર કરી ગયુ છે. વળી, 5 સત્રો પછી, નિફ્ટી પણ ફરી 12 હજારને વટાવી ગયુ છે. મોદી સરકારનાં શપથ લીધા બાદ આજે શુક્રવારે શેર બજારમાં ભારે ઉછાળ જોવા મળ્યો હતો. જો કે ગઇ કાલે ગુરુવારેે પણ શેર બજાર બંધ થાય તે પહેલા ભારે તેેજી જોવા મળી હતી.
ગુરુવારે વડાપ્રધાન મોદીની સરકારનાં બીજા કાર્યકાળ માટેનાં શપથ ગ્રહણ સમારોહ બાદ આજે શુક્રવારે સેન્સેક્સ એકવાર ફરી 40 હજારનાં લેવલને પાર કરી ગયુ છે. બીજ તરફ નિફ્ટી પણ ટ્રેડિંગ દરમિયાન 12 હજારને વટાવવામાં સફળ રહ્યુ છે. તાજેતરમાં સેન્સેક્સ 169 પોઇંટનાં વધારા સાથે 40000.77નાં સ્તરે ટ્રેડિંગ કરી રહ્યુ છે. વળી નિફ્ટી 59 પોઇંટની તેજી સાથે 12005નાં સ્તર પર ટ્રેડિંગ કરતુ જોવા મળ્યુ છે. નિફ્ટી પર રિયલ્ટી સિવાય, તમામ મુખ્ય 10 ઈંડેક્સ લીલા ચિહ્નમાં ટ્રેડિંગ કરી રહી છે. એશિયન પેઇન્ટ, કોલ ઇન્ડિયા અને ટીસીએસમાં 2% ની નજીવી તેજી છે. વળી, યસ બેન્ક, ટાટા મોટર્સ અને એનટીપીસીમાં 1 ટકા જેટલું ડાઉન જોવા મળી રહ્યુ છે. સેન્સેક્સનાં 30 શેરોમાંથી 26 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ પહેલા ગુરુવારે દેશનું શેરબજાર જબરદસ્ત તેજી સાથે બંધ થયુ હતુ. BSE નું સેન્સેક્સ 330 પોઇંટનાં વધારા સાથે 39,831 પર બંધ થયુ હતુ.