Congress leader/ ‘મોદી સરકાર સંસદ ભવનની સામેના સ્થાન પરથી છત્રપતિ શિવાજી, મહાત્માગાંધી અને ડો.આંબેડકરની મૂર્તિઓનું બદલી રહી છે સ્થાન ‘કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યું ટ્વીટ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદ ભવનને લઈને ટ્વીટ કર્યું. જયરામ રમેશે મોદી સરકાર પર આક્ષેપ કર્યો છે કે તેઓ સંસદ ભવનમાં છત્રપતિ શિવાજી મહારાજ , મહાત્માગાંધી અને ડો.આંબેડકરની મૂર્તિઓનું સ્થાન બદલી રહી છે.

Top Stories India
Beginners guide to 2024 06 07T152452.255 'મોદી સરકાર સંસદ ભવનની સામેના સ્થાન પરથી છત્રપતિ શિવાજી, મહાત્માગાંધી અને ડો.આંબેડકરની મૂર્તિઓનું બદલી રહી છે સ્થાન 'કોંગ્રેસ નેતા જયરામ રમેશે કર્યું ટ્વીટ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદ ભવનને લઈને ટ્વીટ કર્યું. જયરામ રમેશે મોદી સરકાર પર આક્ષેપ કર્યો છે કે તેઓ સંસદ ભવનમાં છત્રપતિ શિવાજી મહારાજ , મહાત્માગાંધી અને ડો.આંબેડકરની મૂર્તિઓનું સ્થાન બદલી રહી છે. જયરામ રમેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ હંમેશા ભાજપ અને કેન્દ્રની NDA સરકાર દ્વારા લેવાતા નિર્ણયો, કામગીરી અને અનેક બાબતો પર ટિકા કરતા હોય છે. તેમણે ગઈકાલે કરેલ ટવીટમાં સંસદ ભવનમાં ભારતના મહાનુભાવોની મૂર્તિઓના સ્થાન બદલવા અંગે ટ્વીટ કર્યું હતું. આ ટવ્ટીમાં તેમણે લખ્યું કે મેં ગઈકાલે બપોરે કલાક 2:30 પર હું આ વાતને હાઇલાઇટ કે કેવી રીતે મોદી સરકાર છત્રપતિ મહારાજ, મહાત્મા ગાંધી અને ડો. આંબેડકરની મૂર્તિઓ સંસદ ભવન કે જે વિશિષ્ટ સ્થાને સ્થિત છે તેને અન્ય બીજી ખુલ્લી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવી રહી છે.

ગઈ કાલે બપોરે 2:30 વાગ્યે મેં હાઇલાઇટ કર્યું કે કેવી રીતે મોદી શાસન સંસદ ભવનની સામેના ચોક્કસ સ્થળોએથી છત્રપતિ મહારાજ, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરની પ્રતિમાઓ ખસેડી રહ્યું છે.

પ્રતિમાઓ હટાવવાની તસવીરો બહાર આવ્યા પછી, લોકસભા સચિવાલયને ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી જ આ ફેરફાર માટે સંપૂર્ણપણે બોગસ અને સ્પષ્ટ રીતે બનાવટી સમજૂતી જારી કરવાની ફરજ પડી હતી. પ્રતિમાઓની જગ્યા બદલવા માટે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ ચર્ચા થઈ નથી.

પરિવર્તનનું સાચું કારણ હવે સમજાવી શકાય છે. વાસ્તવમાં, આ પ્રતિમાઓ એવી જગ્યાઓ હતી જ્યાં વિરોધ પક્ષો છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે વિરોધ કરી રહ્યા હતા – TDP અને JDUએ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો. એક તૃતીયાંશ વડા પ્રધાન બનવાના સ્પષ્ટપણે સંસદની બાજુમાં એવી કોઈ જગ્યા ઇચ્છતા નથી જ્યાં બંધારણીય રીતે પણ તેમની અને તેમની સરકાર સામે વિરોધ થઈ શકે. આવા સ્ટંટ હવે તેમને અને તેમની અસ્થિર સરકારને પતનથી બચાવી શકશે નહીં.

અગાઉ પણ અનેક વખત કોંગ્રેસ નેતા જયરામ રમેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતશાહ અને ભાજપને લઈને ટિપ્પણી કરી ચૂકયા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા બાદ ગૃહમંત્રી અમિતશાહ પર આક્ષેપ કર્યો હતો કે મતદાન પૂર્ણ થયા બાદ અમિતશાહે દેશભરના 150 જિલ્લા કલેકટરને ફોન કર્યા હતા. જેના બાદ ચૂંટણી પંચે તેમને પોતાનો આક્ષેપ સાબિત કરવા જણાવ્યું હતું. અને તેમણે આક્ષેપો સાબિત કરવા 1 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જેને ચૂંટણી પંચે નામંજૂર કરતા સાંજ જ પુરાવા રજૂ કરવા જણાવ્યું. જો કે જયરામ રમેશ સાંજ સુધીમાં પુરાવા રજૂ ના કરી શકતા ચૂંટણી કમિશ્નરે તેમના પર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ વધુ એક વખત મોદી સરકાર પર આક્ષેપ લગાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇડર-હિંમતનગર રોડ પર અકસ્માતમાં બાળક સહિત ચારનાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ