Not Set/ મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

વર્ષ 2019 માં ભાજપે ધમાકેદાર જીત મેળવી હતી. જે બાદ કેબિનેટનું આ પ્રથમ વિસ્તરણ છે. જેમા વડાપ્રધાન મોદીએ તમામ પાસા પર ધ્યાન આપી મંત્રીમંડળની ફાળવણી કરી છે. આ ફાળવણીમાં કેટલાક ચહેરાઓને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું

Mantavya Exclusive
11 183 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મંત્રીમંડળમાં એક મોટો ફેરબદલ કરવામાં આવ્યો હતો. કેટલાક ચહેરાઓને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં 36 નવા ચહેરા સામેલ કર્યા છે. આ સાથે સાત વર્તમાન રાજ્ય મંત્રીઓ બઢતી આપીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. વળી આઠ નવા ચહેરાઓને પણ કેબિનેટ મંત્રીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ નવી કેબિનેટની એવરેજ ઉંમર 58 વર્ષ છે. મંત્રીઓનાં શપથ ગ્રહણ બાદ, વિભાગોની ફાળવણી પણ કરવામાં આવી છે. કયા મંત્રીને કયો વિભાગ અને પોર્ટફોલિયો મળ્યો, તમે નીચે આપેલ યાદીમાં જોઈ શકો છો.

11 184 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

કેબિનેટ મંત્રીઓનાં વિભાગનું વિભાજન

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી – કર્મચારી અને પેન્શન, પબ્લિક ગ્રેવિએંસ, એટમિક એનર્જી વિભાગ, અંતરિક્ષ વિભાગ, પોલિસી, મંત્રીઓને ન ફાળવેલા દરેક પોર્ટફોલિયો

1. રાજ નાથ સિંહ – સંરક્ષણ મંત્રી
2. અમિત શાહ – ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી
3. નીતિન જયરામ ગડકરી – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
4. નિર્મલા સીતારામણ – નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી
5. નરેન્દ્રસિંહ તોમર – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી
6. સુબ્રહ્મણ્યમ જયશંકર – વિદેશ મંત્રી
7. અર્જુન મુંડા – આદિજાતિ બાબતોનાં મંત્રી
8. સ્મૃતિ ઝુબિન ઈરાની – મહિલા અને બાળ વિકાસ મંત્રી
9. પિયુષ ગોયલ – વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોક્તા બાબત, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને કાપડ મંત્રી
10. ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી
11. પ્રલાહદ જોશી – સંસદીય કાર્ય મંત્રી, કોલસા મંત્રી અને ખાણ મંત્રી
12. નારાયણ તાતૂ રાણે – સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોનાં મંત્રી
13. સર્વાનંદ સોનોવાલ – બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી, આયુષ મંત્રી
14. મુખ્તાર અબ્બાસ નકવી – લઘુમતી બાબતોનાં મંત્રી
15. વિરેન્દ્ર કુમાર – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
16. ગિરિરાજસિંહ – ગ્રામીણ વિકાસ મંત્રી, અને પંચાયતી રાજ મંત્રી
17. જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા – નાગરિક ઉડ્ડયન મંત્રી
18. રામચંદ્ર પ્રસાદ સિંહ – સ્ટીલ મંત્રી
19. અશ્વિની વૈષ્ણવ – રેલવે મંત્રી, સંદેશાવ્યવહાર મંત્રી, અને ઇલેક્ટ્રોનિક્સ-માહિતી તકનીકી મંત્રી
20. પશુપતિ કુમાર પારસ – ફૂડ પ્રોસેસિંગ, ઉદ્યોગ મંત્રી
21. ગજેન્દ્રસિંહ શેખાવત – જળ શક્તિ મંત્રી
22. કિરેન રિજિજુ – કાયદા અને ન્યાય મંત્રી
23. રાજ કુમાર સિંહ – વિદ્યુત મંત્રી, અને ઉર્જા મંત્રી
24. હરદીપસિંહ પુરી – પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, અને આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી
25. મનસુખ માંડવીયા – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, અને રસાયણો અને ખાતરોનાં મંત્રી
26. ભૂપેન્દ્ર યાદવ – પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, અને શ્રમ અને રોજગાર મંત્રી
27. મહેન્દ્ર નાથ પાંડે – ભારી ઉદ્યોગ મંત્રી
28. પુરુષોત્તમ રૂપાલા – મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
29. જી. કિશન રેડ્ડી – સંસ્કૃતિ મંત્રી, પર્યટન મંત્રી અને ઉત્તર પૂર્વી પ્રદેશનાં વિકાસ મંત્રી
30. અનુરાગસિંહ ઠાકુર – માહિતી અને પ્રસારણ મંત્રી, અને યુવા બાબતો અને રમત મંત્રી

11 190 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

રાજ્યકક્ષાનાં મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

1. રાવ ઈન્દ્રજીત સિંહ – સ્ટેટેસ્ટિક્સ એન્ડ કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય આયોજન અને કોર્પોરેટ મંત્રાલય
2. ડો.જીતેન્દ્ર સિંહ – વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અર્થ સાયન્સ મિનિસ્ટ્રી પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસનાં રાજ્યકક્ષાનાં પ્રધાન કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એટમિક એનર્જી અને સ્પેસ મિનિસ્ટ્રી

11 191 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

રાજ્યકક્ષાનાં મંત્રીઓ

1.  શ્રીપદ નાઈક – બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, પર્યટન મંત્રાલય
2. પ્રહલાદસિંહ પટેલ – જળ શક્તિ અને ફૂડ પ્રોસેસિંગ
3. અશ્વિનીકુમાર ચૌબે – ગ્રાહક બાબતોનો વિભાગ, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય
4. અર્જુનરામ મેઘવાલ – સંસદીય બાબતો, સંસ્કૃત મંત્રાલય
5. જનરલ (R.) વી.કે.સિંહ – માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય
6. કૃષ્ણા પાલ – ઉર્જા અને ભારે ઉદ્યોગ મંત્રાલય
7. દાનવે રાવસાહેબ દાદરાવ – રેલવે, કોલસા અને ખાણકામ મંત્રાલય
8. રામદાસ આઠવલે – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
9. સાધ્વી નિરંજન જ્યોતિ – ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય
10. સંજીવકુમાર બાલ્યાન – મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય
11. નિત્યાનંદ રાય – ગૃહ મંત્રાલય
12. પંકજ ચૌધરી – નાણાં મંત્રાલય
13. અનુપ્રિયા પટેલ – વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
14. એસપીએસ બઘેલ – કાયદો અને ન્યાય મંત્રાલય
15. રાજીવ ચંદ્રશેખર – કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય
16. શોભા કરંદલાજે – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
17. ભાનુપ્રતાપસિંહ વર્મા – માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
18. દર્શન વિક્રમ જર્દોશ – રેલ્વે, કાપડ મંત્રાલય
19. વી મુરલીધરન – સંસદીય કાર્ય મંત્રાલય, વિદેશ રાજ્ય મંત્રી
20. મીનાક્ષી લેખી – સંસ્કૃત મંત્રાલય
21. સોમ પ્રકાશ – વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
22. રેણુકાસિંહ સારુતા – આદિજાતિ બાબતોનાં રાજ્યમંત્રી
23. રામેશ્વર તેલી – પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
24. કૈલાસ ચૌધરી – કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી
25. એ નારાયણસ્વામી – સામાજિક ન્યાય અને અધિકારીતા
26. અન્નપૂર્ણા દેવી – શિક્ષણ મંત્રાલય
27. કૌશલ કિશોર – આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય
28. અજય ભટ્ટ – સંરક્ષણ રાજ્યમંત્રી અને પર્યટન રાજ્યમંત્રી
29. બી એલ વર્મા – ઉત્તર પૂર્વ વિકાસ અને સહકાર મંત્રાલય
30. અજયકુમાર – ગૃહ રાજ્યમંત્રી
31. ચૌહાણ દેવુસિંહ – સંદેશાવ્યવહાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
32. ભગવંત ખુબા – ઉર્જા મંત્રાલય, રસાયણો અને ખાતરો મંત્રાલય
33. કપિલ મોરેશ્વર પાટીલ – પંચાયતી રાજ્ય મંત્રાલય
34. પ્રતિમા ભૌમિક – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
35. સુભાષ સરકાર – શિક્ષણ રાજ્યમંત્રી
36. ભાગવત કૃષ્ણરાવ કરાડ – નાણાં રાજ્યમંત્રી
37. રાજકુમાર રંજન સિંહ – વિદેશ રાજ્ય મંત્રી
38. ભારતી પવાર – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
39. બિશ્વેશ્વર ટુડુ – આદિજાતિ બાબતોનાં મંત્રાલય, જળ શક્તિ
40. શાંતનુ ઠાકુર – બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય
41. એલ મુરુગન – પશુપાલન વિભાગ, ડેરીં અને ફિશરીઝ અને આઇબી મંત્રાલય
42. મુંજાપારા મહેન્દ્રભાઇ – મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ
43. જ્હોન બાર્લા – લઘુમતી મંત્રાલય
44. ​​નિસિથ પ્રમાણિક – ગૃહ મંત્રાલય, રમત-ગમત અને યુવા કલ્યાણ મંત્રાલય

11 185 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

કેબિનેટ વિસ્તારમાં કયા રાજ્યનાં કેટલા-કેટલા મંત્રીઓ બનાવાયા

આપને જણાવી દઇએ કે, કેબિનેટ વિસ્તારમાં મોદી 2.0 એ નવા ચહેરા પર વધુ ભાર આપ્યો છે. ત્યારેે ખાસ કરીને આવનારા સમયમાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે, જેને ધ્યાનમાં રાખી આ કેબિનેટમાં ઉત્તર પ્રદેશનાં મહત્તમ 16 મંત્રીઓ છે.

જુઓ તેની આ છે યાદી

9 મહારાષ્ટ્ર
6 બિહાર
6 ગુજરાત
6 મધ્યપ્રદેશ
3 કર્ણાટક
3 રાજસ્થાન
3 ઝારખંડ
2 તેલંગાણા
2 આસામ
2 હરિયાણા
2 ઓડિશા
1 ગોવા
1 ત્રિપુરા
1 મણિપુર
1 પંજાબ
1 ઉત્તરાખંડ
1 અરુણાચલ પ્રદેશ
1 હિમાચલ પ્રદેશના
1 દિલ્હી
1 જમ્મુ કાશ્મીર
1 છત્તીસગઢ

11 186 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

યુવા ચહેરા બનશે પાર્ટીનું ભવિષ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ વિસ્તરણમાં જૂના ચહેરાઓને દૂર કરીને નવા અને યુવાન ચહેરાઓને કેબિનેટમાં સામેલ કર્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ભવિષ્ય માટે નેતૃત્વની તૈયારી કરી રહ્યું છે. મોદી સરકારમાં પહેલીવાર જીત્યા બાદ આવેલા એક ડઝન યુવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સંકેતો સ્પષ્ટ છે કે આવનારા સમયમાં ભાજપનાં આ જ નેતા પાર્ટીનો ચહેરો બનશે અને પાર્ટીને આગળ વધારવાનું કામ કરશે.

11 187 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

નવી કેબિનેટમાં જાણો કયા નેતાને કેટલો છે અનુભવ

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળનું મોટું વિસ્તરણ કર્યું. જેની વડા પ્રધાન મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર પણ શેર કરી છે, જેમાં વડા પ્રધાનની નવી ટીમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર સાથે જોવા મળી રહ્યા છે. વડા પ્રધાને તેમના સહયોગીઓને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે આ ટીમ ખુશીની લહેરથી ભરેલા ભારત નિર્માણ માટે કામ કરશે. આપને જણાવી દઇએ કે, આ નવી કેબિનેટમાં 4 પૂર્વ મુખ્યમંત્રીને સામેલ કરવામાં આવ્યા છે. નોર્થ ઇસ્ટથી 5 મિનિસ્ટર, 7 Bureaucrat’s, રાજ્ય સરકારોમાં 18 પૂર્વ મંત્રી રહેલા પણ સામેલ કરવામાં આવ્યા છે.  વળી 23 એવા મંત્રી એવા છે કે જેઓ 3 વખત સાંસદ રહી ચુક્યા છે. આ લિસ્ટમાં 29 પૂર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ થયો છે. વધુમાં 46 એવા છે જેમને રાજ્ય સરકારો મંત્રી હોવાનો અનુભવ છે.

11 188 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

નવા કેબિનેટમાં સામેલ મંત્રીઓનું શું રહ્યુ છે પ્રોફેશન/અભ્યાસ

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટનું વિસ્તરણ કરી મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરોએને તક આપી છેે. જેમા ઘણા ડોક્ટર્સ, એન્જિનિયર, MBA, વકીલો, સ્નાતક, પીએચડી, સિવિલ સર્વન્ટ પણ છે. જણાવી દઇએ કે, આ નવા કેબિનેટમાં 7 સિવિલ સર્વન્ટ છે, 7 મંત્રીઓએ PHD કરી છે. વળી 6 ડોક્ટર્સ, 5 એન્જિનિયર, 3 MBA નો અભ્યાસ કર્યો છે. વળી આ નવા ચહેરામાં 13 વકીલો છે. જ્યારે 68 એવા નવી ચહેરાઓ છે જેમણે સ્નાતકની પદવી મેળવી છે.

11 189 મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

નવા કેબિનેટનાં ચહેરામાં SC-OBS પર આપવામાં  આવ્યો વધુ ભાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળ દ્વારા જાતિ અને પ્રાદેશિક સંતુલન સાધ્યું છે. કુર્મી સમુદાયનાં કુલ પાંચ મંત્રીઓને સ્થાન અપાયું છે, બે યુપીનાં, બે ગુજરાતનાં અને એક બિહારથી છે. આ ઉપરાંત યુપીનાં સૌથી પછાત સમુદાયનાં પાલ, લોધ જેવી જાતિઓને પણ મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. દલિત અને અનુસૂચિત જનજાતિ સમુદાયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે. આ રીતે, ભાજપ દલિતો અને ઓબીસી વચ્ચે પોતાનો રાજકીય આધાર વધારવા માંગે છે. તેથી જ ભાજપે ઉચ્ચ જાતિની સાથે સાથે દલિત અને ઓબીસી ચહેરાઓને પણ તક આપી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, 27 OBC મંત્રીઓ છે, જેમાંથી 5 ને કેબિનેટમાં સ્થાન મળ્યુ છે. 12 SC મંત્રીઓ છે, જેમાંથી 2 ને કેબિનેટમાં સ્થાન મળ્યુ છે. 8 ST મંત્રીઓ છે, જેમાથી 3 ને, 5 માઇનોરિટી મંત્રીઓ છે, જેમાંથી 2 ને, 11 મહિલા મંત્રીઓ છે, જેમાંથી 2 ને અને 14 મંત્રીઓ કે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, જેમાંથી 6 ને કેબિનેટમાં સ્થાન મળ્યુ છે.