MANTAVYA Vishesh/ રશિયાએ કર્યું ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ, નાટોને ધમકી આપ્યાના 24 કલાકમાં જ ‘બ્રહ્માસ્ત્ર’થી મોટી ચેતવણી

નાટોની ધમકી આપ્યાના 24 કલાકમાં જ રશિયાએ ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે.તો બીજી તરફ નેપાળીઓ રશિયન સેનામાં નરકનો સામનો કરી રહ્યાં છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • ‘બ્રહ્માસ્ત્ર’થી મોટી ચેતવણી
  • રશિયન દળોએ SU-57ને  યુદ્ધમાં ઉતાર્યું
  • યુક્રેનિયન સૈન્યને નિશાન બનાવવા માટે ઉપયોગ
  • રશિયાએ પરમાણુ મિસાઈલનું કર્યું પરીક્ષણ
  • નાટો પર પરમાણું હુમલાની ધમકી બાદ
  • પુતિને આ પરીક્ષણ કરીને સીધી ચેતવણી આપી

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે.રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો.ત્યારે અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનની મદદથી યુક્રેને રશિયાનો જોરદાર સામનો કર્યો છે.પશ્ચિમી દેશોએ પણ રશિયા પર ઘણા નિયંત્રણો લાદ્યા છે.તો રશિયાએ તાજેતરમાં યુક્રેન સામેના યુદ્ધમાં યુક્રેનિયન શહેર અવદિવકા પર કબજો કરી મહત્વની સફળતા હાંસલ કરી હતી.અવદિવકાના કબજા પછી, રશિયન દળો હવે તેમની કામગીરીને વેગ આપી રહ્યાં છે.રશિયન દળોએ શક્તિશાળી ફાઈટર જેટ SU-57ને પણ યુદ્ધમાં ઉતાર્યું છે.રશિયન વાયુસેનાએ યુક્રેનના વિવાદિત લુહાન્સ્ક ક્ષેત્રમાં Su-57 ફાઈટર જેટનો ઉપયોગ કર્યો છે. જો કે હજુ વધુ વિગતો બહાર આવી નથી. એક અહેવાલ મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં લુહાન્સ્ક પ્રદેશમાં કેટલીક ક્રિયાઓ થઈ હતી, ત્યારે યુક્રેનિયન સ્ત્રોતોએ 7મી અને 8મી તારીખે Kh-59MK2ને સંડોવતા હુમલાની પુષ્ટિ કરી છે.તે નાના ફોર્ટિફાઇડ ઉદ્દેશ્યો સામે અસરકારક છે, સીરિયામાં તેનો ઘણો ઉપયોગ થયો છે.

આ ફાઇટર જેટનો ઉપયોગ કરવાના રશિયાના દાવાને નબળો પાડતી અન્ય એક હકીકત એ છે કે રશિયાએ કહ્યું કે Kh-59MK2 ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે માટે Su-57 ને યુક્રેનિયન એરસ્પેસ પાર કરવાની જરૂર નથી કારણ કે Kh-59MK2 રશિયાની સરહદોની અંદરથી તે લક્ષ્યો સુધી પહોંચી શકે છે. Su-57 એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે, તે હાઇ-ટેક પ્રોડક્ટ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તમામ પ્રકારના હવાઈ, જમીન અને નૌકા લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. SU-57 ફાઈટર જેટમાં સ્ટીલ્થ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે જેટ સુપરસોનિક સ્પીડ સુધી પહોંચી શકે છે.

તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રશિયન લક્ષ્યો હાંસલ કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો.ત્યારબાદ તેમણે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે યુક્રેનમાં વધુ સંડોવણી વૈશ્વિક પરમાણુ સંઘર્ષનું જોખમ વધારશે. આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રને સંબોધનમાં પુતિને આ વાત કહી હતી. તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે યુક્રેનમાં પશ્ચિમી સૈનિકોની તૈનાતી ભવિષ્યમાં નકારી શકાય નહીં.ત્યારે મેક્રોનના નિવેદનનો ઉલ્લેખ કરતા પુતિને ચેતવણી આપી હતી કે જે દેશો આવું કરવાનો નિર્ણય કરશે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.પુતિને વધુમાં કહ્યું કે રશિયા ઉપર યુરોપમાં નાટો સહયોગી દેશો પર હુમલો કરવાની યોજનાનો આરોપ લગાવીને પશ્ચિમી દેશો આપણા પ્રદેશ પર હુમલો કરવા માટે લક્ષ્ય પસંદ કરી રહ્યાં છે.તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે , અમને તે લોકોના ભાગ્યને યાદ છે જેમણે તેમના સૈનિકોને આપણા દેશના ક્ષેત્રમાં મોકલ્યા. હવે  આક્રમણકારો માટેના પરિણામો વધુ દુ:ખદ હશે. પશ્ચિમી દેશોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે અમારી પાસે પણ એવા હથિયારો છે જે તેમના વિસ્તારને નિશાન કરી શકે છે.

તો રશિયાએ પશ્ચિમી દેશો પર પરમાણું હુમલાની ધમકી આપ્યાના 24 કલાકની અંદર પરમાણુ મિસાઈલ પરીક્ષણ કર્યું છે…. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના કમાન્ડરોએ યાર્સ બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. રશિયન સરકારી મીડિયા દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 50 હજાર કિલો અને 75 ફૂટની મિસાઈલને મોબાઈલ લોન્ચરથી છોડવામાં આવી રહી છે. ત્યારે  પુતિને કહ્યું હતું કે જેણે પણ રશિયા પર હુમલો કર્યો તે બીજા વિશ્વ યુદ્ધ કરતાં વધુ ખતરનાક પરિણામ જોશે.જો તેમને ઉશ્કેરવામાં આવશે તો તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.અને રશિયાનાં વ્યૂહાત્મક પરમાણું દળો સંપૂર્ણ રીતે તૈયાર છે.

હવે આપને રશિયાએ પરિક્ષણ કરેલી મિસાઈલની શક્તિ વિશે જણાવી દઈએ..ટો દળો યાર્સ મિસાઇલને SS-29 તરીકે ઓળખે છે. તે 32000 કિમી પ્રતિ કલાકની ઝડપે પોતાના ટાર્ગેટને હિટ કરી શકે છે.આ મિસાઈલો 500 કિલોટન સુધી પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.બીજા વિશ્વ યુદ્ધમાં હિરોશિમા પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા બોમ્બની શક્તિ કરતા આની શક્તી લગભગ 30 ગણી વઘુ છે.આ સિવાય મોટા વિસ્તારમાં ભયંકર વિનાશ કરવા માટે તે અન્ય ઘણા હથિયારોથી સજ્જ થઈ શકે છે.તો યાર્સ મિસાઇલને સિલોસ, ટ્રક અથવા રશિયાની આસપાસ ફરતી ન્યુક્લિયર ટ્રેનમાંથી છોડવામાં આવી શકે છે.સાથે સાથે આપને રશિયા પાસેનાં પરમાણું શસ્ત્રો વિશે જણાવી દઈએ. રશિયા પાસે અંદાજે 150 થી વધુ યાર્સ મિસાઇલો છે. આ સિવાય પુતિન પાસે 6000 પરમાણુ હથિયારો છે.

તો રશિયન સેનાએ એક નિવેદનમાં આ પરીક્ષણની પુષ્ટિ કરી છે, અને રશિયન સેનાએ કહ્યું છે કે, ‘આ પરીક્ષણનો હેતુ મિસાઇલ સિસ્ટમની વ્યૂહાત્મક, તકનીકી અને ઉડાન વિશેષતાઓની પુષ્ટિ કરવાનો હતો.અને પરીક્ષણ સફળ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, અને રશિયામાં સૈનિકોની અછત છે. આ કારણોસર તે જ્યાંથી શક્ય હોય ત્યાંથી સૈનિકો લાવી રહ્યો છે. રશિયા મોટી રકમની ઓફર કરીને અન્ય દેશોના સૈનિકોને આમંત્રણ આપી રહ્યું છે. ત્યારે નેપાળમાંથી પણ કેટલાક લોકો રશિયન આર્મીમાં જોડાવા માટે ગયા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી તે ખરાબ રીતે ફસાઈ ગયા છે.તો કોઈક રીતે ભાગેલા કેટલાક લોકો ખાલી હાથે પાછા આવ્યાં છે.જાન્યુઆરીમાં એક બરફીલી રાત્રે, ખીમ બહાદુર થાપા સહિત ત્રણ નેપાળી નાગરિકોએ રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન શહેર બખ્મુતમાંથી ભાગી જવાનું નક્કી કર્યું, આ નિર્ણય જીવન માટે જોખમી હતો. તેમને સશિયા તરફથી લડવા માટે પૈસા આપવામાં આવતા હતા, પરંતું જો તેઓ અહી રહે તો તેમનું મોત નક્કી છે. માટે તેઓ બે ફૂટ ઊંડા બરફમાંથી પસાર થયા, અને ત્યાંથી એક એજન્ટે તેમને 800 કિમી દૂર મોસ્કોમાં ઉતારી દીધા. બાદમાં રશિયન રાજધાનીમાં નેપાળના દૂતાવાસમાંથી પ્રવાસ દસ્તાવેજો મેળવ્યા અને તે જાન્યુઆરીના મધ્યમાં કાઠમંડુ પરત ફર્યા હતા.તેમને ઘરે પરત ફરવા માટે લગભગ રૂ. 4 લાખ ખર્ચવા પડ્યા હતા, જે તેમણે ઉછીના લીધેલા હતા.થાપાએ રશિયા જવા માટે એજન્ટને મોટી રકમ પણ ચૂકવી હતી. લાખોનો ખર્ચ કરીને સેંકડો નેપાળીઓ નેપાળ ગયા હતા.ત્યારે થાપાએ કહ્યું કે , ‘જ્યારે હું રશિયા ગયો ત્યારે મને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ મેં વિચાર્યું હતું તેમ બિલકુલ થયું નથી. મેં ઘણા પૈસા ગુમાવ્યા છે, પરંતુ હું જીવતો પાછો આવીને ખુશ છું.

આપને જણાવી દઈએ કે રશિયા માટે લડનારા મોટા ભાગના નેપાળી સ્વેચ્છાએ ગયા છે.આ લોકો ખૂબ જ ગરીબ છે, જેમને 2000 યુએસ ડોલર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આવા વાતનાં વીડિયો પણ નેપાળમાં જોવા મળે છે, જે બતાવે છે કે રશિયા સામે લડીને ઘણો ફાયદો થશે.અને જેના કારણે ત્યાનાં યુવાનો ફસાઈ રહ્યા છે.તો કેટલાક નેપાળી સૈનિકોએ કહેવું છે કે તેમને એજન્ટો દ્વારા બળજબરીથી યુદ્ધના મેદાનમાં લડવા માટે મોકલવામાં આવ્યાં હતા. કેટલાક લોકોએ રશિયા જવા માટે લોન લીધી હતી, જ્યારે અન્ય લોકોએ તેમના સમગ્ર પરિવારની આવક ખર્ચી નાખી હતી. આવા લોકોના હાથ હવે ખાલી છે, અને નેપાળના લોકો રશિયાથી ભાગી રહ્યા છે, તો કેટલાક લોકો યુક્રેનમાં પણ કેદ છે.

ત્યારે નેપાળથી રશિયા ગયેલા લોકો યુદ્ધના ઘા, માનસિક બિમારી અને દેવાના પહાડ સાથે પરત ફરી રહ્યા છે. નેપાળમાંથી કેટલા લોકો રશિયા માટે લડી રહ્યા છે તેની કોઈ સચોટ માહિતી નથી. રશિયાથી પરત ફરેલા કેટલાક લોકોએ તેમના કમાન્ડરોને ટાંકીને નેપાળીઓની સંખ્યા 8000 થી 14,700 પર મૂકી છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા અને ઘણા લોકોના મોત થયા.તો નેપાળના ઘણા પરિવારો તેમના પ્રિયજનોની વાપસી માટે વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યા છે. નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયામાં 200 નેપાળી નાગરિકો છે જે પરિવારના સભ્યોએ તેમનો સંપર્ક કર્યો છે. મંત્રાલય કહે છે કે 12 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી કોઈના મૃતદેહ પાછા લાવવામાં આવ્યા નથી. નેપાળનું વિદેશ મંત્રાલય હાલમાં રશિયામાંથી નેપાળીઓની ભરતી રોકવા માટે રશિયન સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ