Not Set/ 40 કંપનીઓના સીઇઓ સાથે પીએમ મોદીએ કરી મીટીંગ,સ્વીત્ઝરલેન્ડ સાથે બ્લેક મની પર થઇ શકે છે ચર્ચા

દાવોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં દુનિયાની ટોચની બિઝનેસ કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, ભારતનો મતલબ બિઝનેસ થાય છે અને ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટેની અનેક તકો ઉપલબ્ધ છે. પીએમ મોદીએ ગ્લોબલ સીઈઓ સમક્ષ ભારતના વિકાસની તસ્વીર રજુ કરી હતી. આ બેઠકમાં […]

Top Stories
40 કંપનીઓના સીઇઓ સાથે પીએમ મોદીએ કરી મીટીંગ,સ્વીત્ઝરલેન્ડ સાથે બ્લેક મની પર થઇ શકે છે ચર્ચા

દાવોસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં દુનિયાની ટોચની બિઝનેસ કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, ભારતનો મતલબ બિઝનેસ થાય છે અને ભારતમાં ગ્લોબલ બિઝનેસ માટેની અનેક તકો ઉપલબ્ધ છે.

પીએમ મોદીએ ગ્લોબલ સીઈઓ સમક્ષ ભારતના વિકાસની તસ્વીર રજુ કરી હતી. આ બેઠકમાં તેમની સાથે વિજય ગોખલે, જયશંકર અને રમેશ અભિષેક સહિતના વરિષ્ઠ સરકારી અધિકારી પણ જોડાયા હતા. આ બેઠકમાં ગ્લોબલ કંપનીઓના ૪૦ સીઈઓ અને ભારતના ૨૦ સીઈઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

સ્વીત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

દાવોસ પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીત્ઝરરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બન્ને દેશના સંબંધો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, દાવોસ પહોંચ્યા બાદ મેં સ્વીસ રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે વાતચીત કરી. અમે દ્વિપક્ષીય સંબંધોની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. તેઓ ભારત સાથેના સંબંધો મજબુત બનાવવા માટે તૈયાર થયા છે. જ્યારે બર્સેટે જણાવ્યુ હતું કે આ ચર્ચા દુનિયાના સૌથી મોટા અને સૌથી જુના લોકશાહી દેશોની મુલાકાત હતી. તેમણે જણાવ્યુ હતું કે ભારત સાથેના સંબંધો વધુ મજબુત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પીએમ મોદીની સ્વીત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પછી બ્લેક મની અંગેની પણ ચર્ચા શરૂ થઇ છે.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કાળા ધન અંગે ભારતે સ્વીત્ઝરલેન્ડ સાથે સમજુતી કરી હતી.આ સમજુતી પછી બંને દેશ વચ્ચે ટેક્સ સંબધિત સુચનાઓનું આદાન પ્રદાન થઇ રહ્યું છે.એવું માનવામાં આવે છે કે 2018થી સ્વીઝરલેન્ડ ભારતને  બેંકિંગ વ્યવહારોની જાણકારી આપવાનું ચાલુ કરશે.આ સંબધે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથેની મુલાકાત અગત્યની માનવામાં આવે છે