વાત એમ છે કે મેરઠની રહીશ 19 વર્ષીય પ્રિયા સિંઘે જર્મનીમાં 50 મીટર રાયફલ પ્રોન કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આર્થિક મદદ માટે પાત્રો લખ્યા હતા. પરંતુ બંને સેવકો પાસેથી કોઈ પ્રકારનો પ્રત્યોત્તર ના મળતા આર્થિક રીતે પછાત પ્રિયા હવે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જર્મની જઈ શકે એમ નથી.
આપણે જણાવી દઈએ કે પ્રિયાના પિતા મજૂરી કરે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. જયારે પ્રિયાની ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા ભારત તરફથી 50 મીટર રાઇફલ પ્રોનમાં પ્રતિનિધત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે.
જર્મનીના સુહલમાં 22 જૂનના રોજ જુનિયર વર્લ્ડ કપનું આયોજન થવા જય રહયું છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મેરઠ રહીશ પ્રિયા સિંઘની પસંદગી કરવામાં આવી છે. પોતાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ના હોવાના કારણે પ્રિયાએ ખેલવીરોની પ્રતિભા ઓળખવા ખેલો ઇન્ડિયાનો પાયો ઘડનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમન્ત્રી યોગી આદિત્યનાથને લેખિત પત્રવ્યવહાર દ્વારા જર્મની યાત્રા માટે આર્થિક સહાયની માંગ કરી હતી.
તેણીએ જણાવ્યું હતું કે,
“હું સ્વેચ્છાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છું છું પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે હું જર્મની જવા માટે મારા પિતા 3-4 લાખ રૂપિયા એકત્રિત કરી શકે
એમ નથી આથી મેં સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી પત્રવ્યવહાર દ્વારા મદદની માંગણી કરી છે. મારા પિતાએ પૈસા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રકમ વધારે હોવાના કારણે તેમનાથી આટલી રકમ એકત્રિત થઇ શકે એમ નથી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સિવાય મેં બે વાર સ્પોર્ટ્સ મિનિસ્ટરને પણ મળવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હું નિષ્ફળ નીવડી છું.”
જયારે પ્રિયાના પિતાએ એક અહેવાલમાં પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે;

“મેં મારા ક્ષેત્રના ધારાસભ્ય, મુખ્યમંત્રી, સપોર્ટ મિનિસ્ટર ઉપરાંત મુખ્યમંત્રીને આર્થિક મદદ માટે જાણ કરી હતી. પરંતુ કોઈ પણ મંત્રીઓ કે ધારાસભ્ય પાસેથી અમને પ્રત્યોત્તર મળ્યો નથી.”
તેમને વધુમાં જણાવ્યું હતું કે મારી પુત્રીને કોઈ પણ પરિસ્થિતિઓમાં જર્મની મોકલવા માટે મેં મારી ભેંસ વહેંચી દીધી, મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા છે. જો સરકાર મારી મદદ નહિ કરે તો હું પેટે પાટા બાંધીને મારી પુત્રીને જર્મની મોકલીને જ રહીશ.



એમ નથી આથી મેં સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી પત્રવ્યવહાર દ્વારા મદદની માંગણી કરી છે. મારા પિતાએ પૈસા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રકમ વધારે હોવાના કારણે તેમનાથી આટલી રકમ એકત્રિત થઇ શકે એમ નથી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સિવાય મેં બે વાર સ્પોર્ટ્સ મિનિસ્ટરને પણ મળવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હું નિષ્ફળ નીવડી છું.”