ગુજરાત/ ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન, હવામાન નિષ્ણાત અંબાલાલે 12જૂને વરસાદની કરી આગાહી

ગુજરાતમાં થોડા જ દિવસોમાં ચોમાસાનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલે ચોમાસાના વિધિવત આગમનને લઈને આગાહી કરી

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 10T160842.349 ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન, હવામાન નિષ્ણાત અંબાલાલે 12જૂને વરસાદની કરી આગાહી

ગુજરાતમાં થોડા જ દિવસોમાં ચોમાસાનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલે ચોમાસાના વિધિવત આગમનને લઈને આગાહી કરી. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ આગામી 12 જૂનના રોજ રાજ્યમાં ચોમાસુ બેસશે. રાજ્યમાં દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મજુબ ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 21 જૂનનાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ પડશે. ગઈકાલે અમદાવાદમાં અનેક સ્થાનો પર વરસાદે દસ્તક કરી હતી. જેના બાદ આગામી 7 દિવસ અમદાવાદ,ગાંધીનગરમાં પણ વરસાદ જોવા મળી શકે. ગુજરાતમાં 12 જુને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. જ્યારે 21 જૂન ના રોજ ડીપ ડિપ્રેશન બનવાથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 21 જુન બાદ રાજ્યમાં ચોમાસુ જામશે.

9 જૂનના રોજ રાજ્યમાં અનેક સ્થાનો પર વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં દરિયાકિનારે ઠંડા પવનો ફૂંકાતા મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. રાજ્યમાં જૂન મહિનાના પ્રવેશ સાથે ચોમાસાનું આગમન પણ થઈ રહ્યું છે. હાલમાં છૂટા છવાયા વરસાદ બાદ થોડા જ દિવસોમાં વિધિવત ચોમાસું દસ્તક દેશે. ચોમાસાના આગમન સાથે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો