Gujarat Farmers/ ગુજરાતમાં ખેડૂતોના 22 લાખથી વધુ ફાર્મર આઈ.ડી. બન્યા, ખેડૂતો પોર્ટલ મારફતે નોંધણી કરાવી શકે છે

Gujarat Agriculture News : દેશ અને રાજ્યમાં ખેડૂતોની ઓળખ અને યોજનાઓના લાભ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર આઈ.ડી. નો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં ફક્ત ગુજરાતમાં જ 22 લાખ ખેડૂતોએ ફાર્મર આઈ.ડી. બનાવી છે. જેનાથી રાજ્ય સરકારને “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ થી પ્રોત્સાહિત કરાશે.

Gujarat Breaking News

Gujarat Agriculture News : ગુજરાત(Gujarat) માં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાત(Gujarat)માં પી.એમ. (PM) કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 22 લાખ ખેડૂતો એટલે કે, 33 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.

ફાર્મર રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી. (ID) ની જેમ એક 11 ડિજિટની યુનિક ફાર્મર આઈ.ડી (ID) આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડી. (ID)ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી, પારદર્શકતાપૂર્વક અને સમયસર મળશે. ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાત(Gujarat)માં ફાર્મર રજીસ્ટ્રી આગામી તા. 25-03-2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

ગુજરાત (Gujarat) ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે 25 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ. 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે. સમગ્ર દેશમાં ગુજરાતે(Gujarat) સૌપ્રથમ 25 ટકા નોંધણી પૂર્ણ કરતા, ભારત સરકાર તરફથી ગુજરાત(Gujarat)ને રૂ. 82 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે, જેનો ઉપયોગ ગુજરાત(Gujarat)ના વિવિધ ખેડૂત હિતલક્ષી પ્રોજેક્ટમાં થશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર 5ટકાનો લક્ષ્યાંક પણ પૂર્ણ કરશે અને ભારત સરકાર તરફથી રૂ. 123 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મેળવવાને પાત્ર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MSP બાબતે કેન્દ્રીય કૃષિમંત્રી એ સ્વિકાર્યુ કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી, 2014 થી 2024 સુધીમાં 500% ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો

આ પણ વાંચો: ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે,RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!

આ પણ વાંચો: પંજાબના ખેડૂતો 6 ડિસેમ્બરથી દિલ્હી સુધી પગપાળા કૂચ શરૂ કરશે, વહીવટીતંત્ર એલર્ટ મોડ પર; અંબાલામાં કલમ 144 લાગુ