tamilnadu news/ તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોના મોત, 60ની હાલત ગંભીર

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Top Stories India Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 23 તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોના મોત, 60ની હાલત ગંભીર

તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે અને 100 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક વધી શકે છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ છે. જણાવી દઈએ કે કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંત જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને X પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કલ્લાકુરિચીમાં ભેળસેળવાળો દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે અને દુઃખ થયું છે. સ્ટાલિને વધુમાં કહ્યું કે, આ કેસમાં ગુનામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે કહ્યું, ‘જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિશે માહિતી આપે છે, તો તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી કચડી નાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

ગંભીર હાલતમાં જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ
ગવર્નર આરએન રવિએ કહ્યું, મને એ જાણીને આઘાત લાગ્યો છે કે કલ્લાકુરિચીમાં નકલી દારૂના સેવનથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકો ગંભીર હાલતમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હી બર્ગર કિંગ આઉટલેટમાં 40થી વધુ રાઉન્ડ ફાયરિંગ, મૃતકને 30 ગોળીઓ વાગી

આ પણ વાંચો: PM મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, યુવાનો સાથે સંવાદ અને પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન

આ પણ વાંચો: તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 25નાં મોત; DM-SPને હટાવાયા, CB-CIDને તપાસ સોંપાઈ