News/ દેશમાં કોરોનાની વેવમાં 2021માં પ્રથમવાર 300થી વધુનાં મોત

નવા કેસોની વાત કરીએ તો 163 દિવસો બાદ શનિવારે 62500 નવા કેસ નોધાંયા છે

India
corona in india 6 દેશમાં કોરોનાની વેવમાં 2021માં પ્રથમવાર 300થી વધુનાં મોત

દેશમાં ફરીએકવાર કોરોના વિસ્ફોટ થયો છે તમામ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે. જેના લીધે દેશમાં 300થી વધુના મોત નિપજયાં છે જે ખુબ ચિંતાજનક છે. 24 ડિસેમ્બર 2020 પછી પહેલીવાર એટલે કે શનિવારના રોજ 300થી વધુ લોકોના મોત નિપજયાં છે. નવા કેસોની વાત કરીએ તો 163 દિવસો બાદ શનિવારે 62500 નવા કેસ નોધાંયા છે. કોરોના સંક્રમણના કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશની વાત કરીએ તો એક્ટીવ દર્દીઓની સંખ્યા 4.85 લાખ સુધી પહોંચી ગઇ છે. એક અંદાજા પ્રમાણે આ લખાય છે ત્યાં સુધીમાં તો આંકડો પાંચ લાખને આંબી ગયો હશે.

છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 90 હજાર કરતા પણ વધુ છે. શનિવારે કોરોના સંક્રમણના કેસો 62,258 નોધાંયા છે. આ સાથે કુલ સંક્રમણોની સંખ્યા વધીને એક 11908910 થઇ ગઇ છે. ક્રેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્ધારા જાહેર કરેલા આંકડા પ્રમાણે સતત સત્તરમાં દિવસે પણ દેશમાં સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે.

કોરોના સંક્રમણથી મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યા હાલમાં 291 થઇ ગઇ છે. દેશમાં કોરોના મહામારીના કારણે મૃત્યુ થનારની સંખ્યા 1,61240 થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ આંક છેલ્લા ત્રણ માસમાં સૌથી વધારે છે.