Surat News: સુરતમાં જ્વેલરી ઉદ્યોગના પ્રશ્નોને લઈને સાંસદ મુકેશ દલાલે ધારદાર રજૂઆત કરી. હીરા ઉદ્યોગ માટે જાણીતા શહેર સુરતમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા પડતર પ્રશ્નનોને લઈને રાજ્યકક્ષાના મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. જેમાં તેમણે ચાંદી ધાતુમાં થતી છેતરપિંડીને લઈને ફરિયાદ કરી છે. પત્રમાં તેમણે કહ્યું કે ચાંદીની ખરીદીમાં ઘટાડો થઈ રહ્યો છે. ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ ના રહેતા છેલ્લા કેટલાક સમયમાં જોઈએ તેવી ખરીદી થઈ રહી નથી. ગ્રાહકોને ચાંદીના ઘરેણાં અને સિક્કામાં વેપારી દ્વારા છેતરપિંડી થતી હોવાનું લાગે છે. અને આથી જ તેના પર અંકુશ આવે માટે સોનાની જેમ હોલમાર્ક લગાવવાની માંગ કરી.
સાસંદ મુકેશ દલાલે એસોસિયેશનના હોદ્દેદારોને સાથે રાખી જ્વેલરી ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નોને લઈને મંત્રી નીમુબેન બાંભણિયાને મળી રજૂઆત કરી. મુકેશ દલાલે આ મામલે પત્ર લખ્યો છે અને કેન્દ્રીય ઉપભોક્તા અને રાજ્ય કક્ષાના મંત્રીને પાઠવેલ ચાંદી ધાતુમાં થતી છેતરપિંડીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે જ્વેલરી ઉદ્યોગમાં જોવા મળતા ઉતાર-ચઢાવના કારણે રત્ન કલાકારો અને કારીગરો મોટો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે ચાંદીમાં ખરીદી ઘટી છે. જેનું કારણ ગ્રાહકોને વેપારીઓ પર અવિશ્વસનીયતા પણ માનવામાં આવે છે.
શહેરમાં જ્વેલરી ઉદ્યોગની વિકાસની ગતિ પર બ્રેક વાગી છે. હિરા બાદ ચાંદી ધાતુમાં ધીમો-ધીમો ઘટાડો દેખાય છે. બજારમાં એકંદરે ચાંદીની ખરીદી ઘટી છે. જેનું કારણ ચાંદી ખરીદવાની ગ્રાહકોની ઉદાસીનતા છે. કારણ કે ગ્રાહકને લાગે છે કે વેપારીઓ ચાંદીના પૈસા લઈ 100 ટકા મજૂરી લગાવે છે. જયારે ચાંદીના દાગીનામાં રહેલ સ્ટોન, મીણા અને કુંદનને પણ વજન સાથે ગણતા કિમંત વધી જાય છે. આવા દાગીનામાં તપાસ કરવામાં આવે તો ચાંદી માત્ર 50થી 60 ટકા જ મળી આવે છે. આમ, ગ્રાહકને ચાંદીની વાસ્તવિક કિમંત ના મળતાં ભવિષ્યમાં ચાંદીની ખરીદી કરતા નથી. આમ, ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા પર વિશ્વાસ ના રહેતા જ્વેલરી ઉદ્યોગ પર અસર થઈ રહી છે. આથી સોનાની જેમ ચાંદી પર હોલમાર્ક લગાવવામાં આવે તેવી માંગ કરી છે.
સુરતની બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે તીવ્ર સ્પર્ધા રહે છે. પરંતુ 18મી લોકસભામાં ચૂંટણી પહેલા જ ભાજપને પ્રથમ જીત મળી હતી. ભાજપનું ખાતું ખોલનાર મુકેશ દલાલ પ્રથમ સાંસદ જાહેર થયા હતા. મુકેશ દલાલ 43 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ સુરતની મહાનગરપાલીકામાં પાંચ વખત સ્ટૅન્ડિંગ કમિટિના ચૅરમૅન પણ રહી ચૂકયા છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું
આ પણ વાંચો:ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
આ પણ વાંચો:ગીર સોમનાથના તાલાલાના ગામમાં ગાયોના શંકાસ્પદ મોતથી પશુપાલકોમાં ચિંતા