Valsad News : વલસાડમાં ભાજપનો ભગવો લહેરાતા BJP માં આનંદની લાગણી ફેરવાઈ છે, ત્યારે ઉજવણી દરમિયાન સાંસદ ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ સાંસદ ધવલ પટેલે અનંત પટેલને ખુલ્લી ચેલેન્જ આપી અને કહ્યું કે, વર્ષ 2027ની ચૂંટણીમાં અનંત પટેલની હાર થશે, સ્થાનિક સ્વરાજના પરિણામ બાદ વધ્યો રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કંડોલપાડા બેઠક જીત્યા બાદ ધવલ પટેલે અનંત પટેલને આપી ચેલેન્જ ધવલ પટેલે વધુમાં કહ્યું કે,કોંગ્રેસના ધારાસભ્ય બહાને બાજ અને ધરણા બાજ છે.વાંસદાના મતદારો ધરણા બાજ ધારાસભ્યને ઓળખી ગયા છે. સાંસદ ધવલ પટેલે નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. આથી ધરમપુર નગરપાલિકા આખી કોંગ્રેસ મુક્ત નગરપાલિકા થઈ છે. જોકે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું છે.અને એક જ ઉમેદવારનો વિજય થયો છે.જ્યારે પારડી નગરપાલિકામાં ગઈ વખતે 14 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. દિલ્હી ચૂંટણીની જીત સાથે ભાજપને ગુજરાતની ચૂંટણીમાં જીતે ઉત્સાહ વધાર્યો છે.
જો કે આ વખતે માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોંપો પડ્યો છે, ભાજપના ઐતિહાસિક પરિણામોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનોની મહેનત અને રણનીતિને કારણે મતદારોએ તેમના પર વિશ્વાસ મુક્યો છે જેથી ઇતિહાસ સર્જાયો છે. તમામ ચૂંટણીઓમાં ભાજપના ઐતિહાસિક વિજયને લઈ સાંસદ અને ભાજપ પ્રમુખે ઉત્સાહપૂર્વ વધામણા કર્યા છે.
આ પણ વાંચો: ચૂંટણી પરિણામ બાદ BSP અને BJP ના કાર્યકરો વચ્ચે અથડામણ
આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ
આ પણ વાંચો: નગરપાલિકા ચૂંટણી પરિણામમાં ફક્ત એક વોટથી વિજય, સમર્થકોમાં ખુશીની લહેર
