Chhota Udepur/ ચૂંટણી પરિણામ બાદ BSP અને BJP ના કાર્યકરો વચ્ચે અથડામણ

છોટાઉદેપુર ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને જૂથોના કાર્યકરોના ટોળાને વિખેરવામાં આવ્યા.

Top Stories Gujarat Others Breaking News

ChhotaUdepur News : છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે તણાવ સર્જાયો છે. બંને પક્ષોના ઉમેદવાર પુરોહિત ફળિયાના હોવાથી અજમ્પા ભરી શાંતિ, તેમના સમર્થકો વચ્ચે અથડામણ થઈ રહી છે, જેના કારણે અજંપાભરી સ્થિતિ ઉભી થઈ છે. પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તણાવ હજુ યથાવત છે. પોલીસના પ્રયાસો છતાં, ટોળાને વિખેરવામાં સફળતા મળી ન હતી , જેના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી હતી.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુરના બસપા અને ભાજપના કાર્યકરો આમને સામને અથડામણ થઈ છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ છોટાઉદેપુરમાં પડઘા પડ્યા છે. બંન્ને ઉમેદવાર પુરોહિત ફળિયાના હોવાથી અજમ્પા ભરી શાંતિ છવાઈ. પોલીસ  બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હાલતો ટોળાને વિખેરવાના પોલીસના પ્રયાસો સફળ રહ્યા છે.

થોડા સમય પહેલા, દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થતા કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ મામલે પોલીસે સમગ્ર મામલે પોલીસની ટીમને મેદાનમાં ઉતારી છે.

@ Suleman Khatri Reporter


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નગરપાલિકા ચૂંટણી પરિણામમાં ફક્ત એક વોટથી વિજય, સમર્થકોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર, અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3થી વધુને ઇજા પહોંચી