#​​Ahmedabad/ દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી પરિણામ બાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3થી વધુને ઇજા પહોંચી

દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની,પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad :  દેવગઢ બારીયા નગર પાલિકાની ચૂંટણી પરિણામ બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને જૂથ અડામણ લોહીયાળ બની છે. ચૂંટણી પરિણામ જાહેર થતા કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ મામલે પોલીસે સમગ્ર મામલે પોલીસની ટીમને મેદાનમાં ઉતારી છે.

ગુજરાતમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની ફરી નામોશી થઈ છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. 66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું હતું. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે. આમ તેમના રાજકીય વર્ચસ્વની પણ પરીક્ષા છે.

કોને કેટલી સીટ મળી

ભાજપ  1341

કોંગ્રેસ  252

આપ   27

BSP     18

અપક્ષ  156

જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર હુમલો કરાયો, AAPના પરાજિત ઉમેદવારોના ટેકેદારોએ કર્યો તે બાબતે હુમલો કર્યાની ચર્ચાઓ ચાલી રહી છે. જુનાગઢના વોર્ડ નંબર-8 ચિતાખાના ચોક વિસ્તારની ઘટના બની, વિજય સરઘસમાં હુમલો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. અંદાજે 30થી વધુ લોકોએ હુમલો કર્યાની શંકા વર્તાઈ રહી છે. ચિતાખાના ચોક પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જીત બાદ કોંગ્રેસે વિજય સરઘસ કાઢતા મામલો બિચકયો હતો. અથડામણમાં મહિલા પોલીસને ધક્કો વાગતા માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, અત્યાર સુધી 3ની અટકાયત કરાઈ છે. પોલીસે શોધખોળ કરીને વધુ લોકોની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિજય સરઘસ દરમિયાન અથડામણ, ચિતાખાના ચોક ખાતે ઘટના, SP ટીમ સાથે દોડી આવ્યા

આ પણ વાંચો: ચૂંટણીની જીતના માહોલ વચ્ચે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો જોવા મળ્યાં

આ પણ વાંચો: જામનગરની જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકામાં ભાજપનો વિજય