Not Set/ #Mumbai/ પડ્યા પર પાટુ, કાંદિવલીમાં ઘરની દિવાલ ધરાસાઇ થતા 5 લોકો દબાયા, 3 લોકોને કરાયા રેસ્ક્યૂ

મહારાષ્ટ્રનાં મુંબઇમાં કાંદિવલી (પશ્ચિમ) વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આશરે ચારથી પાંચ લોકો દિવાલની નીચે દબાઇ ગયા હતા, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ) એ ઘટના સ્થળે પહંચી સ્થિતિને કાબુમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. આપને જણાવી દઈએ કે, કોરોનાવાયરસ દેશમાં કહેર યથાવત છે, ભારતમાં કોરોનામાં 59 હજારથી વધુ લોકો […]

India

મહારાષ્ટ્રનાં મુંબઇમાં કાંદિવલી (પશ્ચિમ) વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આશરે ચારથી પાંચ લોકો દિવાલની નીચે દબાઇ ગયા હતા, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ) એ ઘટના સ્થળે પહંચી સ્થિતિને કાબુમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાવાયરસ દેશમાં કહેર યથાવત છે, ભારતમાં કોરોનામાં 59 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે લગભગ 2,000 લોકોનાં મોત થયાં છે, આ દરમિયાન મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. અહી ચેપગ્રસ્તનો આંકડો 20 હજારને પણ પાર પહોંચી ગયો છે.

શનિવારે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં 1165 નવા કેસ નોંધાયા હતા, મહારાષ્ટ્રમાં ચેપ લાગવાની કુલ સંખ્યા 20,228 પર પહોંચી ગઈ છે. વળી, રાજ્યમાં શનિવારે આ વાયરસનાં ચેપને કારણે 48 લોકોનાં મોત નીપજ્યાં હતા, ત્યારબાદ અહીં મૃત્યુઆંક 779 પર પહોંચી ગયો છે, જો ફક્ત મુંબઈની વાત કરવામાં આવે તો, શહેરમાં કોરોનાનાં કેસો વધીને 12,864 થઈ ગયા છે જ્યારે અહીં 489 લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.