Not Set/ કોર્ટે સચિન વાઝેના NIA  રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધાર્યા, સીબીઆઈ પણ પુછપરછ કરશે

બહુ ચર્ચિત મુંબઈના એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝેની એનઆઈએ રિમાન્ડ કોર્ટમાં 9 એપ્રિલ સુધીનો વધારો કરવામાં આવ્યો છે

India
health 9 કોર્ટે સચિન વાઝેના NIA  રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધાર્યા, સીબીઆઈ પણ પુછપરછ કરશે

બહુ ચર્ચિત મુંબઈના એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝેની એનઆઈએ રિમાન્ડ કોર્ટમાં 9 એપ્રિલ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન વાજેની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. આદેશ અનુસાર, સીબીઆઈને વાઝેની એનઆઈએ કસ્ટડીમાં આગામી બે દિવસ પૂછપરછ કરવા કહેવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મંગળવારે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસ નોંધાવી હતી. સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર પી.ઇ. નોધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આક્ષેપોની પ્રાથમિક તપાસ કરવા માટે હાઇકોર્ટે સોમવારે સીબીઆઈને 15 દિવસનો સમય આપ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતાં અનિલ દેશમુખ ઉપરના આરોપોની તપાસના આદેશ આપ્યા હતા.

પરમબીરસિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે સચિન વાઝે અને અન્ય અધિકારીઓને બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.

25 ફેબ્રુઆરીના રોજ, મુકેશ અંબાણીના ઘર નજીક એસયુવીમાંથી જિલેટીન સ્ટીક મળી આવતા અને ત્યારબાદ મનસુખ હિરેનની શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવતા સચિન વાઝે એનઆઈએની તપાસમાં સહન્કાના ઘેરામાં આવ્યો હતો. વાઝેની NIAએ દ્વારા 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.