Not Set/ આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

NCBએ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માંગી છે. જોકે, કોર્ટે એજન્સીને કસ્ટડી ન આપીને આર્યન ખાનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

Top Stories Trending Entertainment
mobile 8 આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

મુંબઈની કોર્ટે આજે ક્રુઝ ડ્રગ પાર્ટી સાથે સંબંધિત ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. જોકે, આજે આરોપીને NCB ઓફિસમાં જ રાખવામાં આવશે. કોર્ટે કહ્યું કે કોવિડ રિપોર્ટ વગર આરોપીને જેલમાં મોકલવામાં આવશે નહીં. એટલા માટે દરેક વ્યક્તિએ આજની રાત NCB ઓફિસમાં રહેવું પડશે. આર્યન ખાન સહિત તમામ આરોપીઓની જામીન અરજી પર આવતીકાલે સવારે 11 વાગ્યે સુનાવણી થશે.

અગાઉ, સુનાવણી દરમિયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 11 ઓક્ટોબર સુધી આર્યન ખાન સહિત આઠ લોકોની કસ્ટડી માંગી હતી. NCB ના વકીલ અનિલ સિંહે જણાવ્યું કે NCB દ્વારા ધરપકડ કરાયેલા અર્ચિત કુમારે પૂછપરછમાં આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટનું નામ આપ્યું છે. આવી સ્થિતિમાં બધાએ સાથે બેસીને પૂછપરછ કરવી જરૂરી છે.

NCBની માંગ પર આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ સવાલ ઉઠાવ્યો કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને અર્ચિત કુમારને બુધવારે સાથે બેસીને પૂછપરછ કેમ ન કરવામાં આવી? અર્ચિત કુમારની પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “પાંચ દિવસની કસ્ટડી અને પૂછપરછ દરમિયાન કશું બહાર આવ્યું નથી તો પછી NCB ને ફરી આર્યનની કસ્ટડીની જરૂર કેમ છે? આગળ, જો NCB ને થોડી તપાસ કરવી હોય તો આર્યનને ફરી બોલાવી શકાય.

એનસીબીનો દાવો
તે જ સમયે, એનસીબીના વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (એસપીપી) અદ્વૈત સેઠનાએ ડ્રગ્સ કેસ સાથે સંબંધિત અન્ય કેસની સુનાવણી દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે પવઈમાં પકડાયેલા આરોપી અર્ચિત કુમાર પાસેથી આર્યનનું જોડાણ મળ્યું છે. રૂબરૂ પૂછપરછ કરવાની છે, તેથી આર્યનની કસ્ટડી આપવી જોઈએ. અર્ચિત કુમારને કોર્ટે 9 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

National / રેલવેએ છ મહિના માટે કોરોના માર્ગદર્શિકા લંબાવી, મુસાફરી દરમિયાન રહેજો સાવધાન

અદ્વૈત સેઠનાએ જણાવ્યું કે, અર્ચિત કુમારના ઘરેથી 2.6 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ અર્ચિતના વકીલે કહ્યું કે NCB નો દાવો ખોટો છે. અર્ચિતની ધરપકડ ગેરકાયદેસર છે. મારી પાસે CCTV છે, હું તેને રેકોર્ડ પર મૂકું છું.

અફઘાનિસ્તાન / રશિયા મંત્રણા માટે તાલિબાનને મોસ્કો બોલાવવાની તૈયારી કરી રહ્યું છે

જણાવી દઈએ કે ગુપ્ત માહિતીના આધારે, NCB ની ટીમે તેના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડેના નેતૃત્વમાં 2 ઓક્ટોબરની સાંજે ગોવા જતી કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કેટલાક લોકો પાસેથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા. NCB જણાવ્યા અનુસાર, દરોડામાં 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ એમડી (મેફોડ્રોન), 21 ગ્રામ ચરસ અને 22 એક્સ્ટસીની ગોળીઓ અને 1.33 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

હરિયાણા / અંબાલામાં નેતાની કાર નીચે કચડાઈ જવાથી એક ઘાયલ, ખેડૂતોનો આરોપ – કાફલો ભાજપના સાંસદનો હતો

NCBએ અત્યાર સુધીમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને દિલ્હીમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના આયોજકો સહિત 17 લોકોની ધરપકડ કરી છે. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સતીજા, ઇશ્મીત , મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા, વિક્રાંત છોકરની ધરપકડ કરવામાં આવી છે.