Gujarat Weather forecast/ રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં થશે પલટો

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વર્તાઈ રહી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વાતાવરણમાં ઠંડીનો ઘટાડો થશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T182622.941 રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં થશે પલટો

Weather News: ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ (Atmosphere) રહેવાની સંભાવના વર્તાઈ રહી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વાતાવરણમાં ઠંડી (Cold)નો ઘટાડો થશે.

આગામી તારીખ 29, 30, 31 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાયે દિવસોથી ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. આથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બાદમાં, ફેબ્રુઆરી મહિનામાં હાડ ધ્રુજાવતી ઠંડી પડતા ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. હાલ, મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાનની શક્યતા જણાઈ રહી છે.

થોડા દિવસો અગાઉ જ ત્રણ – ચાર દિવસ કમોસમી વરસાદ પડતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો પલટો અનુભવાયો હતો. માવઠાથી ખેડૂતોને એપીએમસી બજારોને પણ નુકસાન થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા

આ પણ વાંચો:પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત