દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વિધર્મી યુવકએ સગીરા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે વિધર્મી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયામાં રેહતા અહેમદ ઇકબાલ બુખારી નામના વિધર્મીએ બાર વર્ષીય સગીરાને પીછો કરી અવાર નવાર પરેશાન કરતો હતો. વિધર્મી યુવક સગીરાને પોતાની સાથે બોલવા ધાક ધમકી આપી બીભત્સ માંગણી કરતો હતો.
થોડા દિવસ પહેલા વિધર્મી યુવકએ સગીરા તાબે ન થતાં ભરબજારમાં તેના પર હુમલો કર્યો હતો. વિધર્મી યુવકની હરકતથી કંટાળી અંતે ગરીબ પરિવાર દ્વારા સગીરા સાથે અવાર નવાર બનતી ઘટના અંગે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વગ ધરાવતા પરિવારમાંથી આવતા વિધર્મીની ભલામણ માટે મોડી રાત સુધી અનેક ફોન રણકયા પરંતુ ખંભાળિયા પોલીસએ ઇમાનદારીથી પોતાની કામગીરી કરી ગણતરીની કલાકોમાં જ વિધર્મી યુવકને પકડી પોક્સો એક્ટ સહિત ipcની કલમો ઉમેરી ગુન્હો નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ ઉત્સવમાં વાહનોનું વિક્રમજનક વેચાણ, 42 દિવસમાં 37,93,584 વાહનોનું વેચાણ
આ પણ વાંચોઃ સુરંગમાં 41 મજૂરો કેવી રીતે ફસાયા? 17 દિવસ પહેલા શું થયું હતું?
દેવભૂમિ દ્વારકા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો