pan card/ પાન કાર્ડમાં નામ અને સરનામું ખોટું છે? આ રીતે સરળતાથી સુધારી શકો છો

આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ PAN કાર્ડ એ કોઈપણ નાણાકીય બાબતોમાં ઉપયોગમાં લેવાતો એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે.

Trending Business

આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ PAN કાર્ડ એ કોઈપણ નાણાકીય બાબતોમાં ઉપયોગમાં લેવાતો એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આ ડોક્યુમેન્ટમાં સચોટ માહિતી હોવી મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાંની ભૂલો સમસ્યાઓનું કારણ બની શકે છે. આવકવેરા વિભાગ પાન કાર્ડ ધારકોને તેમનું નામ, જન્મ તારીખ અને કેટલીક અન્ય માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. તમે સરળતાથી PAN કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.

પાન કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી?

•પાન કાર્ડની વિગતો અપડેટ કરવા માટે NSDL ઓનલાઇન સેવા વેબસાઇટની મુલાકાત લો.

•હવે ‘એપ્લાઈ ઓનલાઈન’સેક્શનમાં ‘ચેન્જ ઈન એક્જિસ્ટિંગ પાન કાર્ડ’ પસંદ કરો અને ‘ઈડિવિજ્યુએલ’ કેટેગરીને પસંદ કરો.

•ત્યાર બાદ તમારી વિગતો અને PAN નંબર દાખલ કરો. સબમિશન માટે દેખાતા ચેકબોક્સ પર ટિક કરો.

•હવે કેપ્ચા કોડ દાખલ કરો અને ‘સબમિટ’ વિકલ્પ પસંદ કરો. તમે સબમિટ કરો કે તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે.

આગળની પ્રક્રિયા શું છે?

•એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની લિંક મેસેજમાં ઉપલબ્ધ હશે.

•અરજી કરવા માટે અહીં ક્લિક કરો. સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો અને પૃષ્ઠ પર ‘ફોટો મિસમેચ’ અને ‘સિગ્નેચર મિસમેચ’ પર ક્લિક કરીને જરૂરી વિગતો અપડેટ કરો.

•હવે સબમિશન માટે ચૂકવણી કરો અને આ પૃષ્ઠની પ્રિન્ટઆઉટ લો.

•બદલાયેલી વિગતોનું પ્રમાણપત્ર અને અરજીની પ્રિન્ટઆઉટ NSDL ઈ-ગવર્નન્સ ઑફિસને મોકલવાની રહેશે, જેનું સરનામું તમને NSDL વેબસાઇટ પર મળશે.



આ પણ વાંચો: West Bengal/ કોંગ્રેસ નેતાએ બાઈક સ્ટંટ કર્યો, સ્ટેરિંગ પરથી હાથ મુકીને ચલાવ્યું બુલેટ: જુઓ વીડિયો

આ પણ વાંચો: Earthquake/ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

આ પણ વાંચો: ગમખ્વાર અકસ્માત/ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત