દિલ્હી
દિલ્હીમાં લગ્ન કરવા જઈ રહેલા યુવકને ગોળી વાગતા તે યુવકનું મોત નીપજ્યું હતું. ખુશીની જગ્યાને આ યુવકના ઘરે માતમ છવાઈ ગયો છે. જયારે દીપકની જાન તેના ઘરેથી નીકળી રહી હતી. ત્યારે તેના ચાર મિત્રો, સગાસંબધ્યો, બધા ભેગા થઈને ડાન્સ કરી રહ્યા હતા. જેમાં ઘણા લોકો નશાની હાલતમાં ડાન્સ કરી રહ્યા હતા.
દીપકના પપ્પાએ દીપકને તૈયાર કરીને ઘોડા પર બેસીડ્યો તેને પપ્પા તેને ઘોડા પર બેસેલો જોયને ખુબ જ ખુશ હતા. કેમ કે તેમણે ૨૨ વર્ષથી આ દિવસની રાહ જોય રહ્યા હતા.
દીપકના લગ્ન ફરીદાબાદમાં નક્કી કર્યા હતા. ૨૨ વર્ષથી રાહ જોય રહેલા દીપકના પપ્પા ખુબ જ ખુsh હતા. દીપકની જાન ઘરેથી સમયસર ફરીદાબાદ જવા માટે નીકળી હતી. રસ્તામાં દીપકના મિત્રો અને સગાસંબધ્યો ડાન્સ કરતા કરતા જઈ રહ્યા હતા. એટલા માંથી કોઈ વ્યક્તિએ ફાઈરિંગ કરવાનું ચાલુ કર્યું કમનશીબે ફાઈરિંગમાં ગોળી જઈને દીપકને વાગી ગઈ.
દીપકને ગોળી વાગી અને તે ઘોડા પરથી નીચે પડી ગયો હતો. દીપકને ગોળી વાગી તેને જાણ થતા તેના પપ્પા તેને દિલ્હીની ગુરુ તેગ બદાહુર હોસ્પીટલમાં લઇ ગયા હતા. હોસ્પીટલમાં સારવાર દરમિયાન દીપકનું બુધવારના રોજ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પોલીસ એ નથી જાણી શકી કે ગોળી કોને ચલાવી છે. આ હત્યા છે કે અજાણ્તાથી ગોળી વાગી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
