દિલ્લી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી માસૂમ બાળકીઓ પર થતા રેપની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળ્યો છે. આ ઘટનાઓમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ, સુરતની પાંડેસરા કે પછી ઈન્દોરની માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપની ઘટના હોય. આ તમામ ઘટનાઓ બાદ આરોપી સામે સખ્ત અને મોતની સજા ફટકારવા દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા આ આરોપીને મોતની સજા ફટકારવા માટે પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટે મંજુરી આપી છે.
શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ પોક્સો એક્ટમાં ફેરફાર કરવા માટેની મંજુરી આપ્યા બાદ હવે ૧૨ વર્ષની નાની વયની બાળકીઓના રેપના આરોપીઓને મોતની સજા ફટકારવા માટે વટહુકમ લાવવામાં આવશે.
The #Centre on Saturday approved the #ordinance to award #deathsentence to the #rapists of children below the age of 12.
Read @ANI story |https://t.co/GI5rMRqvsg pic.twitter.com/1xBatfSqAz
— ANI Digital (@ani_digital) April 21, 2018
ઓફિશિયલ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ વટહુકમ પસાર થયા બાદ IPC (ઇન્ડિયન પીનલ કોડ), CrPC (કોડ ઓફ ક્રિમિનલ એક્ટ), એવિડેન્સ એક્ટ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ આ પ્રકારના અપરાધોના આરોપીઓને મોત સજા ફટકારવા માટે પ્રાવધાન કરવામાં આવશે.
હાલના એક્ટમાં શું છે પ્રાવધાન ?
મહત્વનું છે કે, હાલના સમયમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી સાથેના રેપની ઘટનાઓમાં આરોપીઓને આજીવન કેદ અથવા ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવે છે.
In case of rape of a girl under 16 years, minimum punishment increased from 10 years to 20 years, extendable to life imprisonment; minimum 20 years’ imprisonment or life imprisonment for rape of a girl under 12 years has been provided in the Ordinance.
— ANI (@ANI) April 21, 2018
બીજી બાજુ, કેબિનેટની બેઠકમાં આ પ્રકારના કેસોની ઝડપી તપાસ અને ટ્રાયલ ચલાવવા માટે પણ પ્રકારનો નિર્ણય કરવામાં અઆવ્યો છે.
આ ઉપરાંત ૧૬ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી ૧૦ વર્ષથી સજાને વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે. તેમજ મહિલાઓ સાથે થતા રેપના કેસમાં ઓછામાં ઓછી સજા ૭ વર્ષથી વધારી ૧૦ વર્ષ કરી દેવામાં આવી છે. આ કેસમાં પણ આરોપીને ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રજૂઆત
આ પહેલા એડવોકેટ આલોક શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.
આ કેસ અંગેની આગળની સુનાવણી ૨૭ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેંચ દ્વારા હાથ ધરવામાં આવશે. આ ત્રણ જજોની બેંચમાં CJI દિપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રહુડ શામેલ છે.
POCSO એક્ટ હેઠળ ૧૨ વર્ષથી નાના બાળકો સાથે થતી રેપની ઘટનાઓમાં આરોપીને મોતની સજા
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ૧૨ વર્ષથી નાના બાળકો સાથે થતી રેપની ઘટનાઓમાં આરોપીને મોતની સજા ફટકારવામાં આવે.
તમને જણાવી દઈએ કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને લૈંગિક દુર્વ્યવહાર, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા અપરાધો તેમજ આ અપરાધોની સુનાવણીમાં બાળકો માટે મૈત્રીપૂર્ણ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે.
૧૨ વર્ષથી નાની બાળકીઓ પર થતા રેપ કરવાના કિસ્સામાં મૃત્યુની સજા : મેનકા ગાંધી
મહત્વનું છે કે, ગત સપ્તાહે કેન્દ્રીય મહિલા, વિકાસ અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધી તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાલના સમયમાં સામે આવેલી માસૂમ બાળકીઓની ઘટનાઓ બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય કેબિનેટ મિટિંગમાં પોક્સો ઍક્ટમાં સુધારો કરવાની માગણી કરશે અને પોક્સો એક્ટમાં સુધારો લાવશે. આ સુધારા પ્રમાણે, ૧૨ વર્ષથી નાની ઉંમરની બાળકીઓ પર થતા રેપ કરવાના કિસ્સામાં મૃત્યુની સજા ફટકારવામાં આવશે
