Not Set/ ઠંડીગાર બની રાજધાની દિલ્હી, નોંધાયું સીઝનનું સૌથી ન્યૂનતમ તાપમાન

નવી દિલ્હી, હાલ સમગ્ર ઉત્તર ભારત ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો પારો ૨.૬ ડીગ્રી સુધી ગગડી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, શનિવારે દિલ્હીમાં નોધાયેલો તાપમાનનો પારો એ આ સીઝનનો સૌથી નીચો છે. સાથે સાથે રાજધાનીમાં હવાની ગુણવત્તા પણ ખરાબ બતાવવામાં આવી છે. જયારે શનિવારે સવાર […]

Top Stories India Trending

નવી દિલ્હી,

હાલ સમગ્ર ઉત્તર ભારત ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો પારો ૨.૬ ડીગ્રી સુધી ગગડી ગયો છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, શનિવારે દિલ્હીમાં નોધાયેલો તાપમાનનો પારો એ આ સીઝનનો સૌથી નીચો છે. સાથે સાથે રાજધાનીમાં હવાની ગુણવત્તા પણ ખરાબ બતાવવામાં આવી છે.

Image result for delhi winter

જયારે શનિવારે સવાર ૮.૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૮૫ ટકા જેટલુ નોંધાયું હતું.

એર ક્વોલિટી તેમજ હવામાન ફોરકાસ્ટિંગ અને રિસર્ચ (SAFAR)ના જણાવ્યા મુજબ, “રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ જોવા મળી છે”.

Image result for delhi winter

આ ઉપરાંત તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં સવારે વિજીબીલીટી ૧૫૦૦ મીટર અને પાલમ એરિયામાં ૮૦૦ મીટરની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુકવારે દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ૫ ડિગ્રી નોંધાયું હતું અને મહત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી જેટલું નોંધાયું હતું.