Not Set/ દિલ્લી-પાનીપત હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પાવરલિફ્ટિંગના 4 રાષ્ટ્રીય ખેલાડીઓના મોત

દિલ્લી-પાનીપત હાઇવે પર સિધુ બોર્ડર પાસે એક ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાવરલિફ્ટિંગના 4 રાષ્ટ્રીય ખેલાડીઓના મોત થયા છે જયારે ૨ ખેલાડીઓ ઘાયલ થયા છે. ગંભીર રૂપથી ઘાયલ થયેલા ખેલાડીઓમાં નાંગલોઈના સક્ષમ યાદવ છે જે પાવરલિફ્ટિંગમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યા છે. પ્રાપ્ત મહતી અનુસાર, આ ઘટના સવારે ૪ વાગ્યે […]

India
દિલ્લી-પાનીપત હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પાવરલિફ્ટિંગના 4 રાષ્ટ્રીય ખેલાડીઓના મોત

દિલ્લી-પાનીપત હાઇવે પર સિધુ બોર્ડર પાસે એક ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાવરલિફ્ટિંગના 4 રાષ્ટ્રીય ખેલાડીઓના મોત થયા છે જયારે ૨ ખેલાડીઓ ઘાયલ થયા છે.

ગંભીર રૂપથી ઘાયલ થયેલા ખેલાડીઓમાં નાંગલોઈના સક્ષમ યાદવ છે જે પાવરલિફ્ટિંગમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યા છે. પ્રાપ્ત મહતી અનુસાર, આ ઘટના સવારે ૪ વાગ્યે થઇ હતી. ગાઢ ધુમ્મસમાં સ્વિફ્ટ ડિઝાયર કારનું સંતુલન બગડવાની કારણે થાંભલા સાથે ટકરાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગેની જાણ પોલીસને થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ખેલાડીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.