Not Set/ CBSE દ્વારા ઘો.૧૦માં ગણિત અને ૧૨માં અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવા માટે કરાઈ જાહેરાત

દિલ્લી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. CBSE દ્વારા ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે કોઈ અધિકૃત માહિતી હજી સુધી સામે આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે, […]

Top Stories
gdfgdfsg CBSE દ્વારા ઘો.૧૦માં ગણિત અને ૧૨માં અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવા માટે કરાઈ જાહેરાત

દિલ્લી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. CBSE દ્વારા ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે કોઈ અધિકૃત માહિતી હજી સુધી સામે આવી નથી.

માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે CBSE દ્વારા આ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CBSE પેપર લીકનો મામલો વધુ ચર્ચાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી અને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરને જરૂરી સખ્ત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

જો કે ત્યારબાદ પ્રકાશ જાવડેકર દ્વારા રાજધાની દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, પેપરનો કેટલોક ભાગ વોટ્સએપ પર લીક થયો હતો અને ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પેપર લીકના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ માટે જરૂરી પગલા લેવામાં આવશે. આ ઉપરાંત જયારે પેપરની વહેચણી શરુ થશે ત્યારે કડક સિક્યુરિટી રાખવાનો તેઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ધો. ૧૦ના ગણિત વિષયની પરીક્ષા બુધવારે આયોજિત કરવામાં આવી હતી પરંતુ પેપર લીક થવાની રિપોર્ટ સામે આવ્યા બાદ તે રદ્દ કરવામાં આવી હતી. જયારે સોમવારે લેવામાં આવેલી ધો.૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા દરમિયાન પણ આરોપો સામે આવ્યા હતા કે પરીક્ષા શરુ થયા પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં લીક થઇ ગયું હતું.

આ પહેલા પણ અર્થશાસ્ત્રના વિષય પહેલા લેવામાં આવેલી એકાઉન્ટનું પેપર લીક થવાની માહિતી સામે આવી હતી પરંતુ ત્યારબાદ CBSE દ્વારા એક ઓપચારિક નોટિફિકેશન જાહેર કરીને આ પેપર લીક થવાની માહિતી ખોટી છે. જો કે ત્યારબાદ બોર્ડ દ્વારા પેપર લીકના મામલા અંગે FIR કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

બુધવારે CBSE દ્વારા એક પરિપત્ર બહાર પાડીને બે વિષયોમાં ફરીથી પરીક્ષા લેવા માટેની પૃષ્ટિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધો. ૧૦ના ગણિત વિષયની પરીક્ષા ૨૮ માર્ચ જયારે ધો.૧૨ના અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૬ માર્ચના રોજ યોજવામાં આવી હતી.

બીજી બાજુ CBSE દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પરીક્ષાની તારીખની ઘોષણા એક અઠવાડિયા જેટલા સમયમાં બોર્ડની વેબસાઈટ પર કરવામાં આવશે.

મહત્વનું છે કે, ૫ માર્ચથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનના ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા શરુ થઇ હતી અને આ પરીક્ષામાં દેશભરમાં ૨૮ લાખ, ૨૪ હજાર, ૭૩૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

CBSE દ્વારા જણાવ્યા મુજબ, આ વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં ૧૬ લાખ, ૩૮ હજાર, ૪૨૮ અને ધો.૧૨ની પરીક્ષામાં ૧૧ લાખ, ૮૬ હજાર, ૩૦૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.