નવી દિલ્હી,
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઇ રાજકીય પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી ૧૩૧ ઉમેદવારોની પ્રથમ યાદીમાં ૧૨ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, જયારે ૩૨ યુવા ચહેરાઓએ પણ પાર્ટી પર વિશ્વાસ જતાવ્યો છે.
આ ઉપરાંત આ યાદીમાં ૧૭ SC અને ૧૯ ST ઉમેદવારોને પણ સટિકિટ ફળવાઈ છે.
કેન્દ્રીયમંત્રી જે પી નડ્ડાના જણાવ્યા અનુસાર, ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં ૮૫ વર્તમાન ધારાસભ્યો પર પાર્ટી દ્વારા વધુ એકવાર ટિકિટ આપીને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે અને વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ૧૧ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવનારી છે.






