Himachal Pradesh Rain Update: હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ, ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતોના કારણે મોટા પાયે નુકસાન થયું છે. 30 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યને અંદાજે ₹3212.21 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કુલ 296 લોકોનાં મોત થયા છે, જ્યારે 520 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કુદરતી આફતો અને અકસ્માતોમાં 296નાં મોત
સરકારી આંકડા મુજબ, ચોમાસા દરમિયાન થયેલા કુલ 296 મૃત્યુમાંથી 119 લોકોનાં મોત સીધી કુદરતી આફતો અને ક્લાઈમેટ સંબંધિત ઘટનાઓમાં થયા છે. જ્યારે અન્ય 177 લોકોનાં મોત માર્ગ અકસ્માતોમાં થયાં છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની અસર માનવજીવન ઉપરાંત રહેણાંક મકાનો પર પણ પડી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં(Himachal Pradesh) 131 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે, જ્યારે 502 મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનમાં સૌથી મોટો ફટકો લોક નિર્માણ વિભાગને પડ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે PWDને આશરે ₹2744.67 કરોડનું નુકસાન થયું છે. જ્યારે જલ શક્તિ વિભાગને ₹38.57 કરોડનું નુકસાન થયું છે.
59 રસ્તાઓ હજુ પણ બંધ
ચોમાસું પૂરું થવા તરફ હોવા છતાં તેની અસર હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી. રાજ્યમાં હાલમાં પણ 59 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ 27 રસ્તાઓ અને કુલ્લુ જિલ્લામાં 12 રસ્તાઓ બંધ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 11 પેયજલ યોજનાઓ અને બે વીજ ટ્રાન્સફોર્મર પણ હજુ અસરગ્રસ્ત છે. તેમને ફરી કાર્યરત કરવા માટે તંત્ર(Himachal Pradesh) દ્વારા કામગીરી ચાલી રહી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદથી રાહત
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં(Himachal Pradesh) ભારે વરસાદની શક્યતા નથી. 16 અને 17 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે, જોકે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
