Not Set/ VIDEO : મુંબઈની ટ્રેનોમાં લગાવામાં આવી ભૂરા કલરની લાઈટો, જાણો, શું છે કારણ

મુંબઈ, આર્થિક રાજધાની મુંબઈમાં ચાલુ ટ્રેનમાં ચડતી વખતે બનતી ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા હવેથી ટ્રેનોમાં ભૂરા કલરની લાઈટો લગાવવામાં આવી છે, જે ટ્રેન સ્ટાર્ટ થતા જ ચાલુ થઈ જશે. જેનાથી યાત્રીઓને ખબર પડી […]

Top Stories India Trending Videos

મુંબઈ,

આર્થિક રાજધાની મુંબઈમાં ચાલુ ટ્રેનમાં ચડતી વખતે બનતી ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલ્વે દ્વારા હવેથી ટ્રેનોમાં ભૂરા કલરની લાઈટો લગાવવામાં આવી છે, જે ટ્રેન સ્ટાર્ટ થતા જ ચાલુ થઈ જશે. જેનાથી યાત્રીઓને ખબર પડી જશે કે ટ્રેન ચાલુ થવાની છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રવિવારે એક ટ્રેનનો વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, જયારે ટ્રેન ચાલુ થાય છે ત્યારે ગેટ પર લગાવેલી ભૂરા કલરની લાઈટ ઝબૂકવાની શરુ થઇ જાય છે. આ લાઈટ ત્રણ કે ચાર વાર ચાલુ થયા બાદ ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થાય છે.

આ વિડિયો શેર કરતા લખ્યું હતું કે, “સેફટી ફર્સ્ટ”.