Not Set/ વર્ષ ૨૦૨૫ સુધી ભારતની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલિયન ડોલરની થઇ શકશે ? સરકાર તરફથી આવ્યા આ સંકેત, જુઓ

દિલ્લી, ભારતે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થામાં પણ નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દેશની વર્તમાન ૨.૬ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૫માં ૫ ટ્રિલિયન ડોલરની થઇ શકે છે. ગત સપ્તાહે દેશના આર્થિક મામલાઓના સચિવ સુભાષ ચંદ્ર […]

India
rrwdfdg વર્ષ ૨૦૨૫ સુધી ભારતની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલિયન ડોલરની થઇ શકશે ? સરકાર તરફથી આવ્યા આ સંકેત, જુઓ

દિલ્લી,

ભારતે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થામાં પણ નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દેશની વર્તમાન ૨.૬ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૨૫માં ૫ ટ્રિલિયન ડોલરની થઇ શકે છે.

ગત સપ્તાહે દેશના આર્થિક મામલાઓના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૨૫માં ભારતની ઈકોનોમી બે ગણી એટલે કે ૫ ટ્રિલિયન ડોલરની થઇ જશે”. સુભાષ ચંદ્ર ગર્ગે આ માહિતી વર્લ્ડબેંકમાં આપી હતી.

મહત્વનું છે કે, ભારતની અર્થવ્યવસ્થા વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૪ વચ્ચે ૧ ટ્રિલિયન ડોલરથી વધીને ૨ ટ્રિલિયન ડોલર થઇ ગઈ હતી જયારે ૨૦૧૬-૧૭માં દેશની ઈકોનોમીમાં ૩૩૭ બિલિયન ડોલરનો વધારો થયો હતો. બીજી બાજુ ૨૦૧૬-૧૭માં ભારતની અર્થવ્યવસ્થામાં જેટલો વધારો થયો છે તે વિશ્વના ૧૫૮ દેશની કુલ GDP કરતા વધુ છે જેમાં પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ તેમજ મલેશિયા સહિતના દેશો શામેલ છે.

હાલની અર્થવ્યવસ્થાનું કદ જોવામાં આવે તો ભારત કરતા અમેરિકા અને ચીન જ આગળ છે. પરંતુ જયારે દેશની અર્થવ્યવસ્થા આગામી સાત વર્ષો સુધી આ જ પ્રમાણે ઝડપથી આગળ વધશે તો આ લક્ષ્ય હાંસલ કરવું સંભવિત છે.

ત્યારે હવે જોવાનું રહ્યું કે, સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ આગામી સમયમાં કેટલા સાચા પડે છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થાના હાલના આંકડાઓ જોવામાં આવે તો ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોચવું બિલકુલ સંભવ છે.