Not Set/ CBSE ધો.10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, ફરીથી નહીં લેવામાં આવે ગણિતની પરીક્ષા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના પેપર લીક મામલે શુક્રવારે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી હતી. ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 25 એપ્રિલના રોજ લેવામાં આવશે. જયારે ધોરણ 10ની પરીક્ષાને જુલાઈમાં લેવાની વાત કહી હતી. હવે SBSEએ ધોરણ 10 ગણિતની પરીક્ષાને ફરીવાર નહિ લેવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા દેશમાં કોઇપણ જગ્યાએ નહિ કરવામાં આવે. […]

Top Stories

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના પેપર લીક મામલે શુક્રવારે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી હતી. ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 25 એપ્રિલના રોજ લેવામાં આવશે. જયારે ધોરણ 10ની પરીક્ષાને જુલાઈમાં લેવાની વાત કહી હતી. હવે SBSEએ ધોરણ 10 ગણિતની પરીક્ષાને ફરીવાર નહિ લેવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા દેશમાં કોઇપણ જગ્યાએ નહિ કરવામાં આવે. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે જયારે ધોરણ 10ની ગણિતની પરીક્ષા જુલાઈમાં થઈ શકે છે. જે ફક્ત દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં થશે.

શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે એક પ્રેસકોન્ફરન્સ કરીને પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરતા કહ્યું કે, 12માં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા દેશભરમાં લેવાશે. ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 25 એપ્રિલના રોજ લેવામાં આવશે.

દિલ્લી પોલીસ દ્વારા CBSEના ૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપત્ર લીકના મામલામાં બે કેસ પણ દાખલ કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પેપરલીક મામલે કેટલાક લોકો પર સવાલો ઉભા કર્યા છે અને આ માટે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે. જો કે આ તપાસમાં સામે આવ્યું છે કે, એક પેપર માટે આરોપીઓ ૧૦થી ૧૫ હજાર રૂપિયા સુધી વસૂલ કરતા હતા.

દિલ્લી પોલીસ દ્વારા પેપરલીક મામલે જણાવવામાં આવ્યું, “CBSEના રિજનલ ડાયરેક્ટરની ફરિયાદ પર IPC (ઇન્ડિયન પિનલ કોડ)ની ધારા ૪૦૬, ૪૨૦, અને ૧૨૦ B અંતર્ગત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, CBSEના ધો. ૧૦ના ગણિત અને ધો.૧૨ના અર્થશાસ્ત્રનું પેપર વોટ્સએપ લીક થયું હતું અને આ કારણે દેશભરમાં અંદાજે ૧૯ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. જો કે આ મામલે બુધવારે CBSE બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે લીક થયેલા વિષયની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. બોર્ડના પેપર લીક મામલે ક્રાઈમ બ્રાંચે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે જેમાં બે આરોપી નજીકની સ્કૂલમાં ટીચર છે અને એક ટ્યુટર છે.