ગોલ્ડ કોસ્ટ
દર્શકો જેની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે તે કોમનવેલ્થ ગેમ્સનો આવતીકાલથી ગોલ્ડ કોસ્ટ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે શરૂ થઈને 15 એપ્રિલ સુધી ચાલનાર આ કોમનવેલ્થ ગેમ્સમાં 275 મેડલ માટે 71 દેશના 6500થી વધુ ખેલાડીઓ મેદાને પડશે. છેલ્લા કેટાલાક વર્ષોથી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓનુ પ્રદર્શન નોધપાત્ર રહ્યુ છે. તે જોતા આ વખતે પણ ભારતને પોતાના ખેલાડીઓ પાસેથી ઉત્કૃટ પ્રદર્શનની આશા રહેશે.
ભારતીય ટીમ પાસે મેડલ ટેબલમાં ટોપ-3માં સ્થાન મેળવવાની આશા રાખવામાં આવી રહી છે. 2010માં દિલ્હી ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મેડલ ટેબલમાં બીજા ક્રમાંક મેળવ્યો હતો. જે અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 2002માં ભારતે કોમનવેલ્થ ગેમ્પસમાં પ્રથમ વખત ટોપ-5માં સ્થાન મેળવ્યુ હતુ. છેલ્લી ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ કુલ મળીને 215 મેડલ મેળવ્યા છે. ત્યારે આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના 215 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
બેડમિન્ટન, શુટિંગ, બોક્સિંગ અને વેઈટલિફ્ટિંગમાં ભારતને મેડલની સૌથી વધારે આશા છે. ચાર વર્ષ પહેલા યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જો કે આ ખાતે સિંધુ અને સાયના ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર ગણાય છે. આ ઉપરાંત કુશ્તીમાં સાક્ષી મલીક, બોક્સિંગમાં મેરી કોમ, શુટિંગમાં જીતુ રાય ગોલ્ડ મેડલ માટે ફેવરીટ માનવામાં આવી રહ્યા છે. ત્યારે આ ખેલડીઓ પર અપેક્ષા પુરી કરવાનુ દબાળ રહેશે.
