દહેરાદૂન,
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાશીથી કેદારનાથ જઈ રહેલું ભારતીય વાયુસેનાનુ એમઆઈ-૧૭ હેલિકોપ્ટર મંગળવારે એક દુર્ઘટનાનો ભોગ બન્યુ હતું. આ હેલિકોપ્ટર આર્મીનો સામાન લઈને ગુપ્ત કાશીથી કેદારનાથ જઈ રહ્યું હતું.
સુત્રોના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સેનાનુ આ કાર્ગો હેલિકોપ્ટર કેદારનાથ મંદિર નજીક હેલીપેડ પર લેન્ડ કરતા સમયે એક લોખંડના ગાર્ડર સાથે ટકરાયું હતું. જેના પગલે હલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
#UPDATE Four people including the pilot suffered minor injuries after Indian Air Force's MI-17 helicopter caught fire following collision with an iron girder while landing at helipad near Kedarnath temple in Uttarakhand. (The helicopter is not of the Army as mentioned earlier) pic.twitter.com/l59bFVV4eP
— ANI (@ANI) April 3, 2018
રુદ્રપ્રયાગન જિલ્લા અધિકારીએ જણાવ્યુ હતુ કે, “વાયુસેનાનું માલવાહક હેલિકોપ્ટર એમઆઈ-૧૭ ગૃપ્તકાશીથી કેદારનાથ જઈ રહ્યુ હતું. પરંતુ હેલીપેડ પર લેન્ડ થાય તે પહેલા જ મંગળવાર સવારે ૮:૨૦ કલાકે દુર્ઘટનાનો ભોગ બન્યુ હતુ”.
તેઓએ વધુમાં જણાવ્યુ કે, “કેદારનાથમાં સેનાનો સામાન પહોચાડવા જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં કુલ ૬ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોને ઈજા થઈ છે. જો કે તમામની ઈજાઓ સામાન્ય છે અને તેમને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે”.
મહત્વનુ છે કે, આ પહેલા ૨૦૧૩માં કેદારનાથમાં આવેલી કુદરતી આફતના સમયમાં રાહત કામગીરી દરમિયાન એક એમઆઈ-૧૭ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૧૮ મે, ૨૦૧૭ના દિવસે પણ કેદારનાથમાં એક હેલિકોપ્ટર હેલીપેડ પર તુટી પડ્યુ હતુ. આ દુર્ઘટનામાં સદ્દનસીબે કોઈ મોટી જાન-હાની થઈ ન હતી.
