Not Set/ અરુણાચલની ‘ચા’ એ બનાવ્યો રેકોર્ડ, 40,000 રૂપિયે કિલો વેચાઈ ગોલ્ડન નિડલ્સ ટી

ગુવાહાટી ટી ઓકશન સેન્ટર (જીટીએસી) એ એક મહિનાની અંદર બીજી વાત ઇતિહાસ રચીને વર્લ્ડ રેકોર્ડ કિમત પર ચા નું વેચાણ કર્યું હતું. અરુણાચલ પ્રદેશના દોન્યી પોલો ટી એસ્ટેટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાની ગોલ્ડન નિડલ્સ પ્રકારની ચાનું વેચાણ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું હતું. આ પહેલાં 24 જુલાઈના આ જ ઓકશનમાં અસમના દિબ્રુગઢ જીલ્લાની […]

India
yy અરુણાચલની ‘ચા’ એ બનાવ્યો રેકોર્ડ, 40,000 રૂપિયે કિલો વેચાઈ ગોલ્ડન નિડલ્સ ટી

ગુવાહાટી ટી ઓકશન સેન્ટર (જીટીએસી) એ એક મહિનાની અંદર બીજી વાત ઇતિહાસ રચીને વર્લ્ડ રેકોર્ડ કિમત પર ચા નું વેચાણ કર્યું હતું. અરુણાચલ પ્રદેશના દોન્યી પોલો ટી એસ્ટેટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાની ગોલ્ડન નિડલ્સ પ્રકારની ચાનું વેચાણ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું હતું.

આ પહેલાં 24 જુલાઈના આ જ ઓકશનમાં અસમના દિબ્રુગઢ જીલ્લાની મનોહારી ટી એસ્ટેટની વિશેષ ઓર્થોડોક્સ ટી 30,001 પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. જાણવા મળી રહ્યું છે કે ચાના વેપાર સાથે જોડાયેલાં લોકોનું કહેવું છે કે, ગુરુવારે જીટીએસી એ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો. દોન્યી પોલો ટી એસ્ટેટની ગોલ્ડન નિડલ્સ ટી હરાજી દરમ્યાન 40 હજાર રૂપિયે પ્રતિ કિલોમાં વેચાઈ.’

આ ચાને અસમ ટી ટ્રેડર્સને વેચવામાં આવી છે, જે ગુવાહાટીમાં હાજર ચાની દુકાનોમાની સૌથી જૂની ચાની દુકાન છે. અસમ ટી ટ્રેડર્સના માલિક લલિત કુમાર જાલાનનું કહેવું છે કે, સારી ક્વોલીટીની ચાની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે અને અમે સ્પેશિયલિસ્ટ ચા નિયમિત વેચીએ છીએ. આ ગોલ્ડન નિડલ્સ ટી એક ઓનલાઈન શોપીંગ વેબસાઈટ Absolutetea.in પર વેચવામાં આવશે.’

Gallery Black Dian Hong Jin Zhen Golden Needle 05 e1535121611799 અરુણાચલની ‘ચા’ એ બનાવ્યો રેકોર્ડ, 40,000 રૂપિયે કિલો વેચાઈ ગોલ્ડન નિડલ્સ ટી

ગોલ્ડન નિડલ્સ ટી માત્ર નવી અંકુરિત પત્તીઓમાંથી બનાવામાં આવે છે. અરુણાચલ સીમાના પૂર્વમાં સ્થિત ચીનનું યુવાન પ્રાંત ગોલ્ડન ટીપ ટીના ઉત્પાદન સ્થળ તરીકે જાણીતું છે. ચાનો આ પ્રકાર ખુબ જ સાવધાની સાથે તોડવામાં આવતી નાની કળીઓ અને ગોલ્ડન કવર વાળી પત્તીઓથી બનાવામાં આવે છે, જે મુલાયમ અને મખમલી હોય છે. આ વિશેષ ચાથી બનતું પીણું મીઠું હોય છે અને એની સુગંધ ખુબ જ સરસ હોય છે.

દોન્યી પોલો ટી એસ્ટેટનાં મેનેજર મનોજ કુમારનું કહેવું છે કે, આ પ્રકારની ચા તૈયાર કરવા માટે ઘણી જ મહેનત કરવી પડતી હોય છે. સિલ્વર નિડલ્સ વાઈટ ટી 17,001 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ પ્રકારની ચા ત્યારે જ બની શકે છે જયારે ચાના બગીચામાં સક્ષમ કાર્યકુશળતા સાથે કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય.

જીટીએસી ના સેક્રેટરી દિનેશ બહાનીનું કહેવું છે કે, અમને આશા છે કે ચાની આ ખાસ પ્રકારની પેદાશ દુનિયાના નકશા પર આપણને જુનું ગૌરવ હાસિલ કરવામાં મદદગાર રહેશે. અમે એ ઉત્પાદકોની મહાન કોશિશ માટે એમના આભારી છીએ, જેનાં કારણે આટલી સારી ગુણવત્તા વાળી ચા બને છે. સાથે જ અમે ખરીદનારાઓનો પણ આભાર માનીએ છીએ જે આને ચા ના પ્રેમીઓ સુધી પહોચાડે છે.