Not Set/ આ કારણસર અટક્યું ચન્દ્રયાન-2નું પ્રક્ષેપણ

શ્રીહરિકોટા, એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-2ની ઉંડાણને રોકવાની ફરજ પડી છે. હવે સપ્ટેમ્બર સુધી દેશના તમામ લોકોને ઉંડાણ માટે રાહ જોવી પડશે. ચન્દ્રયાન-2ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન […]

India
rtrt 1 આ કારણસર અટક્યું ચન્દ્રયાન-2નું પ્રક્ષેપણ

શ્રીહરિકોટા,

એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-2ની ઉંડાણને રોકવાની ફરજ પડી છે. હવે સપ્ટેમ્બર સુધી દેશના તમામ લોકોને ઉંડાણ માટે રાહ જોવી પડશે. ચન્દ્રયાન-2ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને 350 બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને 50 બાર પર સેટ કરવાની જરૂર હતી. પરંતુ એ વખતે જ ધ્યાનમાં આવ્યુ હતુ કે હિલિયમનુ પ્રેશર ઝડપથી નીચે આવી રહ્યુ હતુ.જે લિકેજ તરફ ઇશારો કરે છે. લિકેજ ક્યાં છે તે મામલે હવે તપાસ કરવામાં આવનાર છે.

આગામી લોંચ તારીખ સપ્ટેમ્બરની આસપાસ હોઇ શકે છે.  જો સફળ લોંચની પ્રક્રિયા રહી હોત તો એક નવો ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન-2નું વચન 3290 કિલોગ્રામ રહેશે.  કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન 20 કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે.

બંને મળીને ચંદ્રની સપાટી ઉપર મળનાર ખનીજ અને અન્ય પદાર્થોના ડેટા મોકલશે જેમાં ઇસરો અભ્યાસ કરશે. 603 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી પરોઢે 2.51 વાગે લોન્ચિંગની તૈયારી હતી. જો કે ગણતરીને 1.55 વાગે રોકી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ લોંચને જાવા માટે શ્રીહરિકોટામાં હતા. લોંચથી આશરે એક કલાક પહેલા લોન્ચ વ્હીકલ સિસ્ટમમાં એક ટેકનિકલ ખામી સર્જાઇ ગઇ હતી. જેથી લોંચ કાર્યક્રમને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  લોન્ચિંગ વિન્ડોની અંદર લોંચ કરવાની બાબત યોગ્ય દેખાતી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.