વારાણસી,
પ્રધાનમંત્રીએ જયારે પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ક્યોટો બનાવવાની વાત કરી, ત્યારે કાશીને જાણતા અને સમજતા લોકોને એક સવાલ આવ્યો કે ઇતિહાસથી પણ પુરાણી કાશી નગરીને કોઈ 600 વર્ષ જુના ક્યોટો જેવું કેમ બનાવવા માંગે છે.

કાશીને ક્યોટો બનાવવાના આ ક્રમમાં કાશી વિશ્વનાથ મંદિરના વિસ્તરણ માટે બનારસના લલિત ઘાટ થી વિશ્વનાથ મંદિર સુધી 200થી વધારે ભવનોને તોડવામાં આવીરહ્યા છે. આમાં લગભગ 50 જેટલા પ્રાચીન મઠ અને મંદિર શામેલછે. આ બધા કાશી વિશ્વનાથ કોરિડોરની હદમાં આવતા મંદિરો છે.

આ પ્રાચીન મંદિરો, દેવ વિગ્રહોની રક્ષા માટે આંદોલનકારી શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ ના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદ 12 દિવસના ઉપવાસ પર બેઠા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ નું કહેવાનું છે કે કાશીના વાસ્તુ વિધાન ને સ્વયં ભગવાન શિવે મૂર્તરૂપ આપ્યું હતું. કાશી વિશ્વનાથ કોરિડોર ના કારણે પૌરાણિક મંદિરોને નષ્ટ કરવાથી કાશી જ નષ્ટ થઇ જશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવાનું છે કે થી પક્કા મહાલ જ કાશીનું મન, મસ્તિષ્ક અને હૃદય છે. પક્કા મહાલ એવા વાસ્તુ વિધાન થી બનેલું છે જેને સ્વયં ભગવાન શિવે મૂર્તરૂપ આપ્યુંછે. આના નષ્ટ થવાથી કાશી નષ્ટ થવાનો ખતરો છે.

કહેવાય છે કે કાશીને, જો જાણવું સમજવું હોય તો પક્કા મહાલ ને સમજવું જરૂરી છે. આ વિસ્તાર પોતાનામાં જ ઘણી સંસ્કૃતિઓ સમેટી છે. દેશમાં કોઈ એવું રાજ્ય નહિ હોય જેનું પ્રતિનિધિત્વ પક્કા મહાલ ના કરતુ હોય. અલગ અલગ રાજ્યોની પ્રાચીન ઇમારતો અને પૌરાણિક મંદિરો આ ક્ષેત્ર માં જ સ્થિત છે. પક્કા મહાલ માં બંગાળી, નેપાળી, ગુજરાતી, દક્ષિણ ભારતીય સમુદાયના પોતાના મહોલ્લા છે.
કાશીમાં ઘણા વિકાસ કાર્યો થયા છે. પરંતુ પૌરાણિક મહત્વ રાખતા ધરોહર ને ક્યારે પણ નષ્ટ કરવામાં નથી આવ્યા.
