Not Set/ બાળકીની મોતની સામે 18 લાખનું બિલ આપ્યું હોસ્પિટલે

સરકારી હોસ્પિટલોથી વધુ સારી સારવાર લેવા લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે પણ તે હોસ્પિટલો મનફાવે તેવા ચાર્જીસ વસૂલે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુડગાંવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બન્યો છે. એક ટ્વીટે આરોગ્યપ્રધાનથી લઈને મનફાવે તેવી ટ્રીટમેન્ટ આપનારા હોસ્પિટલ સુધીને સાબદા કરી દીધા છે. ગુડગાંવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુથી પીડિત બાળકીના મોત પછી […]

India

સરકારી હોસ્પિટલોથી વધુ સારી સારવાર લેવા લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે પણ તે હોસ્પિટલો મનફાવે તેવા ચાર્જીસ વસૂલે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુડગાંવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બન્યો છે. એક ટ્વીટે આરોગ્યપ્રધાનથી લઈને મનફાવે તેવી ટ્રીટમેન્ટ આપનારા હોસ્પિટલ સુધીને સાબદા કરી દીધા છે.

ગુડગાંવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુથી પીડિત બાળકીના મોત પછી પરિવાર પાસેથી અતિશય ચાર્જ વૂસલ કરવાના મામલામાં મિનિસ્ટર જે.પી. નડ્ડાએ તપાસના આદેશ આપ્યા છે.

એક ટ્વિટર યુઝરે આની ફરિયાદ આરોગ્ય મંત્રીને કરી. આરોપ છે કે 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેલી બાળકીના ઇલાજના બદલામાં તેમને 18 લાખનું બિલ પકડાવવામાં આવ્યું. ઇલાજમાં પણ બેદરકારી દાખવવામાં આવી. આખરે બાળકીનું મોત થઇ ગયું.