Not Set/ ઇન્ડિયા રેટિંગ્સ એ આર્થિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા

નવી દિલ્હી, ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા 2018-19ના વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દર ના પોતાના અનુમાનમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ આ જ એજન્સીએ જીડીપી દર 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું. એજન્સીએ ક્રૂડ ઓઇલના ભાવ 2018-19માં વધવાના કારણે […]

Top Stories India
GDP ઇન્ડિયા રેટિંગ્સ એ આર્થિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા

નવી દિલ્હી,

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા 2018-19ના વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દર ના પોતાના અનુમાનમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે. એજન્સીના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ આ જ એજન્સીએ જીડીપી દર 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.

એજન્સીએ ક્રૂડ ઓઇલના ભાવ 2018-19માં વધવાના કારણે ફુગાવો વધવાની શક્યતાના આધારે ભારતના  આર્થિક વૃદ્ધિ દર નું અનુમાન ઘટાડ્યું છે. આ ઉપરાંત તમામ ખરીફ પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય વધારીને પાકના ખર્ચના દોઢગણા કરવાની અસર પણ આર્થિક વૃદ્ધિ દર પર પડશે.

demand supply balance to boost india ratings 94117 e1534510299767 ઇન્ડિયા રેટિંગ્સ એ આર્થિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડીને કર્યું 7.2 ટકા

રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાના મધ્યવર્તી અહેવાલમાં જણાવ્યું છે કે વધતા જતા વ્યાપાર સંરક્ષણવાદ, રૂપિયામાં ઘટાડો જેવાં પરિબળોનાં કારણે હાલ મજબૂત આર્થિક સંકેતો મળી રહ્યા નથી.

એજન્સીએ જણાવ્યું છે કે આ બધાં પરિબળોને ધ્યાનમાં લેતાં તેનું અનુમાન છે કે દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટશે અને 7.2 ટકાની આસપાસ જ રહેશે. એજન્સીએ જણાવ્યું છે કે આખરી ઉપભોગ ખર્ચ વર્તમાન નાણાકીય વર્ષમાં 7.6 ટકા જેટલો વધવાની અપેક્ષા છે, જ્યારે ગત નાણાકીય વર્ષમાં આ ખર્ચ 6.6 ટકા હતો. એ જ રીતે રોકાણ ખર્ચ પણ ચાલુ નાણાકીય વર્ષમાં વધીને આઠ ટકાએ પહોંચવાની અપેક્ષા છે.

ફુગાવા અંગે વાત કરતા એજન્સી એ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય વરસાદ છતાં છૂટક ફુગાવો અગાઉના 4.3 ટકાના પ્રોજેક્શન સામે વધીને 4.6 ટકા સુધી પહોંચી જશે. એ જ રીતે જથ્થાબંધ ભાવાંક અગાઉના 3.4 ટકાના અંદાજ સામે વધીને 4.1 ટકા સુધી જશે.